Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટના પૂર્વ મેયર અશોક ડાંગરનું ભાજપમાંથી રાજીનામું, કોંગ્રેસમાં જોડાશે

રાજકોટ ના પૂર્વ મેયર અશોક ડાંગર આજે ભાજપમાંથી રાજીનામુ આપી દેતા ખળભળાટ મચી ગયો છે. રાજકોટ મનપામાં કોંગ્રેસના શાસન દરમિયાન અશોક ડાંગર મેયર હતા. 

રાજકોટના પૂર્વ મેયર અશોક ડાંગરનું ભાજપમાંથી રાજીનામું, કોંગ્રેસમાં જોડાશે

રાજકોટ: રાજકોટ ના પૂર્વ મેયર અશોક ડાંગર આજે ભાજપમાંથી રાજીનામુ આપી દેતા ખળભળાટ મચી ગયો છે. રાજકોટ મનપામાં કોંગ્રેસના શાસન દરમિયાન અશોક ડાંગર મેયર હતા. ત્યારબાદ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કહેવાથી વર્ષ 2012માં વિધાનસભાની ચૂંટણી પહેલા તેઓ ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં તેમને મહત્વનો હોદ્દો ન મળતા તેઓ છેલ્લા ઘણા સમયથી ભાજપમાં પણ નિષ્ક્રિય હતા. પોતાની પક્ષમાં સતત અવગણના ના કારણે તેઓએ ભાજપ છોડ્યાનું જણાવ્યું હતું. તેમજ શહેર ભાજપના પ્રમુખ કમલેશ મીરાણીને રાજીનામુ ધરી દીધું હતું. 

fallbacks

આવતીકાલે સત્તાવાર તેઓ કોંગ્રેસમાં જોડાશે. લોકસભાની ચૂંટણી પહેલા દિગગજ નેતાએ ભાજપમાંથી રાજીનામુ ધરી દેતા સૌરાષ્ટ્રના રાજકારણમાં ચર્ચા મચી ગઇ છે. ઉલ્લેખનીય છે કે 2019ની ચૂંટણી પહેલા ભાજપ હોઈ કે કોંગ્રેસ બને પોતાનો પક્ષ મજબૂત કરવા પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે એક ઓબીસી નેતા કોંગ્રેસમાં પરત ફરતા કોંગ્રેસના આગેવાનો ગેલમાં આવી ગયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More