Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટ: હાઇ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ, એક યુવતિ સહિત ચારની ધરપકડ

પોલીસે શહેરનાં હાઇપ્રોફાઇલ વિસ્તારમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાસ કર્યો છે. શહેરનાં કાલાવડ રોડ પર છેલ્લા 20 દિવસથી ચાલતા કુટણખાનાં પર પોલીસે દરોડો કરો એક યુવતી સહિત ચાર શખ્સોની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં આરોપીઓ મુંબઇથી માનુનીઓને લઇ આવી રાજકોટમાં સેક્સ રેકેટ ચલાવતા હોવાનું સામે આવ્યું છે. 
 

રાજકોટ: હાઇ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ, એક યુવતિ સહિત ચારની ધરપકડ

સત્યમ હંસોરા/રાજકોટ: પોલીસે શહેરનાં હાઇપ્રોફાઇલ વિસ્તારમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાસ કર્યો છે. શહેરનાં કાલાવડ રોડ પર છેલ્લા 20 દિવસથી ચાલતા કુટણખાનાં પર પોલીસે દરોડો કરો એક યુવતી સહિત ચાર શખ્સોની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં આરોપીઓ મુંબઇથી માનુનીઓને લઇ આવી રાજકોટમાં સેક્સ રેકેટ ચલાવતા હોવાનું સામે આવ્યું છે. 

fallbacks

રાજકોટ પોલીસનાં સકંજામાં આવેલા શખ્સોના તસનીમ અહેમદ પેઇન્ટર, કુતુબ અહેમદ પેઇન્ટર, રોનક ચંદાણી, ચાંદેલા યોગેશ અને હાર્દીક અનેરીયા પર સેક્સ રેકેટ ચાલાવાનો આરોપ છે. આરોપી તસનીમ પેઇન્ટર અને કુતુબ પેઇન્ટર મૂળ અમદાવાદનાં રસુલપરામાં આવેલા ભગવતીપરાનાં વતની છે. અને સબંધે ભાઇ-બહેન છે. 

છેલ્લા 20 દિવસથી આ ભાઇ બહેનની જોડીએ રાજકોટનાં હાઇ પ્રોફાઇલ ગણાતા કાલાવડ રોડ પર આવેલ રામધામ સોસાયટીમાં મકાન ભાડે રાખ્યું હતું. અને તેમાં મુંબઇની માનુનીઓને સાથે રાખીને સેક્સ રેકેટ શરૂ કર્યું હતું. પોલીસને બાતમી મળતા તાલુકા પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફ દ્વારા દરોડો કરવામાં આવ્યો હતો. જેમાં આરોપી ભાઇ-બહેનની જોડી અને તેની સાથે 2 ગ્રાહક રંગે હાથ ઝડપાતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. 

રાજ્ય સરકારને મહત્વનો નિર્ણય, ‘શાળામાં ભણાવતા શિક્ષક ટ્યુશન નહિ કરાવી શકે’

કેવી રીતે ચાલતું સેક્સ રેકેટ ?
પોલીસનાં જણાવ્યા મુજબ આરોપી કુતુબ અને તેની બહેન તસનીમ પેઇન્ટરે છ મહિના પહેલા શહેરનાં બજરંગવાડી વિસ્તારમાં રહેતા ધવલ જેસવાલ નામનાં વ્યક્તિ પાસેથી સ્પા સેન્ટર ચલાવવા માટે મકાન ભાડે લીધું હતું. જોકે છેલ્લા 20 દિવસથી ભાઇ-બહેનની જોડીએ સેક્સ રેકેટ શરૂ કર્યું હતું. ગ્રાહકો પાસે થી 2 હજાર થી 2500 રૂપીયા વસુલ કરતા હતા. અને 70 ટકા રકમ દલાલીની કાઢીને ભોગ બનનાર માનુનીઓને 30 ટકા રકમ આશરે 1000 થી 1200 રૂપીયા ચુકવતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. 

અંબાજી-હડાદ માર્ગ પર વાહન ચાલકે બાઇકને મારી ટક્કર, ઘટના સ્થળે જ 3ના મોત

આરોપીઓએ પોલીસ તપાસમાં કબુલ્યું હતું કે, મુંબઇથી યુવતીઓને સ્પા કરવાનું કહિને રાજકોટ લાવતો હતો. અને સ્પાની આડમાં સેક્સ રેકેટ ચાલું કર્યું હતું. હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી જેલનાં સળીયા ગણતા કરી દીધા છે. રાજકોટનાં હાર્દસમા કાલાવડ રોડ પરથી પોલીસે સેક્સ રેકેટનો પર્દાફાસ કરી આરોપીઓને જેલનાં સળીયા ગણતા કરી દીધા છે. જોકે આરોપીઓ કોલેજમાં અભ્યાસ કરતા યુવક - યુવતીઓનાં કોન્ટેક્ટમાં હતા કે નહિં તે દીશામાં પણ તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં કેટલા નવા ઘટસ્ફોટ થઇ શકે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More