રક્ષિત પંડ્યા/રાજકોટ :ભાવનગરમાં જન્મેલી અને મૂળ રાજકોટની રચના ત્રિવેદી કોન બનેગા કરોડપતિ (kaun banega crorepati) સીઝન 12 માં હોટસીટ પર પહોંચી હતી. રાજકોટમાં રહી ધ સ્કૂલ ઓફ સાયન્સ અને બાદમાં આત્મીય ઇન્સ્ટિયૂટમાં કોલેજનો અભ્યાસ કરી બિઝનેસ રિલેશનશિપ મેનેજર તરીકે કામ કરતી 30 વર્ષીય રચના જગદીશભાઇ ત્રિવેદી કોણ બનેગા કરોડપતિ સીઝન 12 માં હોટ સીટ પહોંચી હતી. આ સાથે જ તેના માતાપિતા, પરિવાર સાથે રાજકોટનું નામ રોશન કર્યું છે. તારીખ 7 ડિસેમ્બરના રોજ કોન બનેગા કરોડપતિમાં પહોંચીને ફાસ્ટેટ ફિંગર ફર્સ્ટના પ્રશ્નમાં ઝડપી જવાબ આપી 7 અને 8 ડિસેમ્બરના રોજ કોન બનેગા કરોડપતિ સીઝન 12 ની હોટ સીટ પર સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જેમાં 10 માં પ્રશ્ન પર તેનો જવાબ ખોટો પડતા કુલ 3.20 લાખ રૂપિયા જીત્યા હતા. રચનાના માતા કીર્તિબેનની ઈચ્છા હતી કે, તેઓ KBC હોટ સીટ પર બેસી અમિતાભ બચ્ચન (amitabh bachchan) ના હાથે ચેક પ્રાપ્ત કરે અને આજે 8 ડિસેમ્બરના રોજ તેઓએ આ ચેક હાંસિલ કરી તેના માતાનું સ્વપ્ન સાકાર કર્યું.
લોકડાઉન પહેલા રચના જર્મનીથી ઇન્ડિયા પરત આવી હતી
વર્ષ 2019 માં રચના ત્રિવેદી જર્મની ગઇ હતી અને થોડા સમય પહેલા તે રાજકોટ આવી હતી. રાજકોટ આવી અને બાદમાં કોરોના વાયરસની વૈશ્વિક મહામારી સર્જાય અને ભારતમાં લોકડાઉન આપવામાં આવ્યું અને લોકડાઉનના કારણે રચના રાજકોટ રહેવું પડયું હતું. જેમાં આ સમય દરમિયાન KBC સીઝન 12 માં સિલેક્ટ થતા તારીખ 7 અને 8 ડિસેમ્બરના રોજ રચના હોટ સીટ પર બેસી KBC સીઝન 12 રમી હતી. જેમાં 4 પૈકી 2 લાઈફલાઇન ગુમાવી રચનાએ 3.20 લાખ રૂપિયા રકમ જીતી હતી.
શુ હતો 6.40 લાખ કિંમતનો પ્રશ્ન..?
અભિનેત્રી હરમીત કૌરને લોકો કયા નામથી ઓળખે છે આ પ્રશ્ન પૂછાતા રચના સાચો જવાબ આપી ન શકી હતી. આ પ્રશ્નનો સાચો જવાબ નીતુ કપૂર છે. પરંતુ રચનાએ આ પ્રશ્નના જવાબમાં સની લિયોન ઉત્તર આપ્યો હતો. તેના કારણે તેમને 3.20 લાખ રકમ જીતી ગેમમાંથી આઉટ થવું પડ્યું હતું. રચના ત્રિવેદી શોમાં એક કવિતા સંભળાવી હતી, જેની પ્રશંસા અમિતાભ બચ્ચનએ કરી હતી અને દર્શકોને પણ આ કવિતા પસંદ આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે