Home> Gujarat
Advertisement
Prev
Next

ગોંડલમાં ચોંકાવનારી ઘટના! મંદિરમાં જઈને શખ્સે ગળા પર છરી ફેરવી કર્યો કમળપૂજાનો પ્રયાસ, ગંભીર ઇજા

 ગોંડલમાં એક શખ્સે મંદિરમાં જઈને પોતાના ગળા પર છરી ચલાવી કમળપૂજાનો પ્રયાસ કરતાં ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. હાલ તો આ બનાવને લઈ સમગ્ર રાજકોટ જિલ્લામાં ચકચાર મચી ગઇ છે.

ગોંડલમાં ચોંકાવનારી ઘટના! મંદિરમાં જઈને શખ્સે ગળા પર છરી ફેરવી કર્યો કમળપૂજાનો પ્રયાસ, ગંભીર ઇજા
  • ગોંડલમાં ધર્મેન્દ્રસિંહ ઝાલાએ ચંદ્ર મૌલેશ્વર મંદિરમાં ગળા પર છરી હુલાવી કમળપૂજાનો પ્રયાસ કર્યો : ગંભીર ઇજા
  • મુંબઇ રહી કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે : બે મહિનાથી ગોંડલ આવ્યા છે : પોતે શિવભક્ત છે : બેભાન હાલતમાં સારવાર હેઠળ

ગૌરવ દવે/રાજકોટ: રાજકોટ જિલ્લામાં વધુ એક અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. ગોંડલમાં એક આધેડે મંદિરમાં જઇ પોતાના ગળા પર છરી હુલાવી કમળપૂજાનો પ્રયાસ કરતાં ગંભીર ઈજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. આ બનાવથી ગોંડલ પંથકમાં ચકચાર મચી ગઇ છે. 

fallbacks

જાણવા મળ્યા મુજબ ગોંડલમાં જેતપુર રોડ પર આસોપાલવા- સોસાયટી શેરી નં. ૧માં રહેતાં ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ.૪૭) નામના આધેડે સવારે અગિયારેક વાગ્યે ભોજપરા વિસ્તારમાં નુતન સ્કૂલ પાસે આવેલા શ્રી ચંદ્ર મૌલેશ્વર મંદિરે હતાં ત્યારે પોતાના ગળા પર છરી ફેરવી કમળપૂજાની કોશિશ કરતાં ગંભીર હાલતમાં ગોંડલ હોસ્પિટલમાં ત્યાંથી વધુ સારવાર માટે બપોરે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

ધર્મેન્દ્રસિંહ શીવજીના ભક્ત છે. સંતાનમાં એક પુત્ર અને એકા પુત્રી છે. બે ભાઈમાં મોટા છે, પોતે મુંબઈ ખાતે કોન્ટ્રાક્ટ રાખી કામ કરે છે. બે મહિનાથી રજા પર આવ્યા છે. પોતે આવુ શા માટે કર્યું? તે અંગે તેઓ કંઈ બોલી શકતા નથી. ગોંડલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. 

રાજકોટ-ગોંડલમાં કમળ પૂજા મામલે જયંત પંડ્યાનું નિવેદન
રાજકોટ-ગોંડલના ભોજપરાના મહાદેવ મંદિરમાં કમળ પૂજાનો મામલે ભારત જન વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કાયદો આવ્યો છતાં અંધશ્રદ્ધાના કિસ્સા અટકવાનું નામ લેતા નથી. હતાશામાં આવીને આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ગોંડલ જઇ વિજ્ઞાન જાથા આ કેસમાં તપાસ કરશે. તપાસનીશ અધિકારી પાસેથી પણ માહિતી માંગવામાં આવશે.

જયંત પંડ્યાએ જણાવ્યું હતું કે, કમળ પૂજા, પશુ બલી, પક્ષી બલી કે માનવ બલી જેવા કૃત્યો ન થવા જોઈએ. વિજ્ઞાન જાથા ઘટનાનું સત્ય બહાર લાવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More