Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટ RTOમાં બોગસ લાઇસન્સ બનાવાનું કૌભાંડ ઝડપાયું, આટલો હતો ભાવ

રાજકોટની કે જ્યા RTO કચેરીમાં અંધેર નગરી અને ગંડુ રાજા જેવી પરિસ્થિતિનુ નિર્માણ થયુ હોઈ તેવુ લાગી રહ્યુ છે. રાજકોટ એસઓજીના સ્ટાફે દરોડો પાડી નકલી દસ્તાવેજ આધારે બોગસ લાઇસન્સ બનાવી વેચાણ કરતા એજન્ટને ઝડપી લઇ તેની પાસેથી 11 નકલી લર્નિંગ લાઇસન્સ કબ્જે કર્યા છે. તો પોલીસની પ્રાથમિક પુછપરછમા આરોપીએ 10-10 હજાર રૂપિયામાં બોગસ લાઇસન્સ વેચતો હોવાનું જણાવ્યુ છે. તો સાથેજ આરોપીને કોર્ટમા રજુ કરતા તેના 5 દિવસના રિમાન્ડ મેળવી વધુ પુછપરછ શરૂ કરવામા આવી છે. 
 

રાજકોટ RTOમાં બોગસ લાઇસન્સ બનાવાનું કૌભાંડ ઝડપાયું, આટલો હતો ભાવ

સત્યમ હંસોરા/રાજકોટ: વાત રાજકોટની કે જ્યા RTO કચેરીમાં અંધેર નગરી અને ગંડુ રાજા જેવી પરિસ્થિતિનુ નિર્માણ થયુ હોઈ તેવુ લાગી રહ્યુ છે. રાજકોટ એસઓજીના સ્ટાફે દરોડો પાડી નકલી દસ્તાવેજ આધારે બોગસ લાઇસન્સ બનાવી વેચાણ કરતા એજન્ટને ઝડપી લઇ તેની પાસેથી 11 નકલી લર્નિંગ લાઇસન્સ કબ્જે કર્યા છે. તો પોલીસની પ્રાથમિક પુછપરછમા આરોપીએ 10-10 હજાર રૂપિયામાં બોગસ લાઇસન્સ વેચતો હોવાનું જણાવ્યુ છે. તો સાથેજ આરોપીને કોર્ટમા રજુ કરતા તેના 5 દિવસના રિમાન્ડ મેળવી વધુ પુછપરછ શરૂ કરવામા આવી છે. 

fallbacks

RTO એજન્ટ તરીકે કામ કરતા હેમાંશુભાઈ હસમુખભાઈ વાળા નામનો શખ્સ બોગસ ડૉક્યુમેન્ટના આધારે લાઇસન્સ કાઢી આપતો હોય દરોડો પાડ્યો હતો. ત્યારે દુકાનમાંથી સ્કેનર વડે સ્કેન કરી એડિટિંગ કરેલા આધાર કાર્ડ, જન્મ-મરણના દાખલા, ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની એક જ નંબરની પરંતુ નામ વગરની અલગ અલગ કુલ 3 માર્કશીટ તથા અન્ય 2 માર્કશીટ, રાજકોટ શહેર-જિલ્લાના અલગ અલગ સ્કૂલોના વિદ્યાર્થીઓના નામ,સરનામાં વગરના સ્કૂલના સહી સિક્કાવાળા બોગસ તરીકે ઉપયોગમાં લેવા માટેના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ કબ્જે કરવામાં આવ્યા છે.

ભાજપના વિવાદિત ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સામે તપાસના આદેશ

તો સાથે જ 19 લર્નિંગ લાઇસન્સ મળી આવ્યા હતા જે પૈકી ચકાસણી કરતા 11 લાઇસન્સ બોગસ હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે 1 લેપટોપ, 1 કોમ્પ્યુટર, 1 પ્રિન્ટર, 1 સ્કેનર, 1 સીપીયુ, 1 પેન્ડરાઈવ, 1 ફોન, દસ્તાવેજોની કોપી સહીત 36,300 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો હતો બી.કોમ.સુધીનો અભ્યાસ કરનાર શખ્સ અઢી વર્ષથી જે લોકોને લાઇસન્સ કઢાવવા હોય પરંતુ પોતાની પાસે લાયકાત મુજબના જરૂરી દસ્તાવેજો ન હોય તેથી તેઓ પાસેથી 10 હજાર રૂપિયા લઈને દસ્તાવેજો પુરા પાડતા હતા અને તે દસ્તાવેજ આધારે બોગસ લાઇસન્સ માટે એપ્લાય કરી આપતો હતો તેની સાથે RTO કચેરીના સ્ટાફની કોઈની સંડોવણી છે કે કેમ તે જાણવા તેમજ તેની સાથે અન્ય કોઈ સામેલ છે કે કેમ તે જાણવા તપાસ હાથ ધરી છે 

અઢી વર્ષમાં કેટલા લાઇસન્સ વેચી નાખ્યા?
છેલ્લા અઢી વર્ષથી બોગસ દસ્તાવેજો આધારે લાઇસન્સ કઢાવી આપવાની કામગીરી કરતા એજન્ટ હિમાંશુની ઓફિસમાંથી 11 લર્નિંગ લાઇસન્સ જે નકલી હતા તે મળી આવ્યા છે પરંતુ અત્યાર સુધીમાં તેણે આવા બોગસ દસ્તાવેજ આધારે કેટલા લાઇસન્સ વેચી નાખ્યા છે તે જાણવા તપાસ વેગવંતી કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More