ઝી બ્યુરો/રાજકોટ: રાજકોટમાં ડેરીઓમાંથી દૂધ અને દૂધની બનાવટ લેતા પહેલા 100 વખત વિચાર કરજો કેમ કે એક બાદ એક રાજકોટમાંથી ડુપ્લીકેટ દૂધની બનાવટની વસ્તુઓ પકડાઈ રહી છે.રાજકોટમાં મનપાના આરોગ્ય વિભાગે લીધેલ નમુના ફેઇલ ગયા છે. વાણીયાવાડી અને કૃષ્ણનગર વિસ્તારની ડેરીમાંથી લીધા હતા. ઘીના નમુના ત્રણ મહિના પહેલા લેવામાં આવ્યા હતા.
વાણીયાવાડી વિસ્તારમાં આવેલી સીતારામ વિજય પટેલ ડેરી ફાર્મ માં લીધેલ ઘી ના નમુના ફેઇલ ગયા છે. કૃષ્ણનગર વિસ્તારમાંથી વોલ્ગા ઘી ડેપો નામની દુકાન માંથી લીધેલ ઘી ના નમુના ફેઇલ ગયા છે. ઘીના નમુના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. ઘી ના નમુનામાં મળી આવ્યું છે વેજીટેબલ ફેટ અને તીલ ઓઇલની હાજરી ઘીના નમુના ફેઇલ થતાં એજ્યુડીકેશન કાર્યવાહી કરાશે. આજે આરોગ્ય વિભાગના ડેજિકનેટેડ ઓફિસર હાર્દિક મેતાએ નિવેદન આપ્યું હતું.
ત્રણ મહીના પહેલા ડેરીમાંથી નમૂના લેવામાં આવ્યા હતા. ગાયનું ઘી સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યું હતું.બે દિવસ પહેલા SOG એ રેડ કરીને પનીરનો શંકાસ્પદ જથ્થો પકડવામાં આવ્યો હતો.પનીર જેવો જ જથ્થો મળી આવ્યો હતો. પ્યોર પનીર માં વેજીટેબલ ફેટ મળી આવ્યા હતા.
પનીરનો જથ્થો વડોદરા સેમ્પલ મોકલવામાં આવ્યો છે. એસિટીક એસિડનો ઉપયોગ દૂધ ફાડીને પનીર બનાવવામાં થતો હતો. આ ખાવથી આંતરડાને લગતી બીમારીઓ થઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે