Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટમાં હિટ એન્ડ રન : જે દીકરીની બાધા પૂરો કરવા પરિવાર નીકળ્યો હતો, તેનુ જ અકસ્માતમાં થયુ મોત

રાજકોટમાં હિટ એન્ડ રન : જે દીકરીની બાધા પૂરો કરવા પરિવાર નીકળ્યો હતો, તેનુ જ અકસ્માતમાં થયુ મોત
  • રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુચિયાદળ ગામ નજીક અજાણ્યા વાહનચાલકે પરિવારને ટક્કર મારી
  • એકની એક દીકરી ગુમાવ્યાના આઘાતમાં પરિવાર સરી પડ્યો

ગૌરવ દવે/રાજકોટ :રાજકોટના કુચિયાદળ પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે. રાજકોટનો પરિવાર ચોટીલા પગપાળા ચાલી માનતા પૂરી કરવા જતો હતો. ત્યારે અજાણ્યા વાહને બે લોકોને અડફેટે લેતા સારવાર દરમિયાન તેમના મોત નિપજ્યા છે. એરપોર્ટ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. દુખદ ઘટના એ છે કે, જે દીકરીની બાધા પૂરી કરવા પરિવાર નીકળ્યો હતો, તેને જ કાળ ભરખી ગયો.

fallbacks

આ પણ વાંચો : નિયમો પર નિયમો તોડી રહી છે ગુજરાતની જાણીતી ગાયિકા, ટોળું ભેગુ કરીને કર્યો ડાયરો

પ્રાપ્ત માહિતી અનુસાર, એક પરિવાર માનતા પૂરી કરવા જતા મોતને ભેટ્યો હતો. રાજકોટના આજીડેમ સર્કલ પાસે રહેતા મિયાત્રા પરિવારે પોતાની દીકરીની બાધા રાખી હતી. બાધા પૂરી કરવા માટે એક વર્ષની દીકરી સાથે પરિવારના ચાર સભ્યો પગપાળા ચોટીલા ચાલતા જવા નીકળ્યા હતા. ગઈકાલે સાંજે વરસાદ બંધ થતા પરિવારના ચાર સભ્યો ચાલતા નીકળ્યા હતા. ત્યારે રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુચિયાદળ ગામ નજીક અજાણ્યા વાહનચાલકે પરિવારને ટક્કર મારી હતી. આ ટક્કરમાં માસુમ દીકરી નવ્યા અને તેના કાકા રવિ મિયાત્રાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જે દીકરીની બાધા પૂરી કરવા પરિવાર નીકળ્યો હતો, તેને જ કાળ ભરખી ગયો.

આ પણ વાંચો : આફતને અવસરમાં પલટવાની ગુજરાતની ખુમારી સુજલામ-સુફલામ જળ અભિયાનમાં ઝળકી

તો નવ્યાના માતાપિતા ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. માતાને હાથમાં ગંભીર ઈજા પહોંચી હતી. તો પિતા માથાના ભાગે ઘવાયા હતા. એકની એક દીકરી ગુમાવ્યાના આઘાતમાં પરિવાર સરી પડ્યો છે. સાથે જ જુવાનજોધ દીકરાને પણ પરિવારે ગુમાવ્યો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More