Rajkot News રાજકોટ : રાજકોટમાં ડમ્પરની અડફેટે આવેલા પિતા પુત્રના ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યુ હતું. ઘટના સ્થળ પર જ શૈલેષ પરમાર અને અજય પરમારના મોતથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે. રાજકોટ શહેરના સંત કબીર રોડ પર આવેલા રામાપીરના મંદિર પાસે આ બનાવ બન્યો હતો. એક સ્થાનિકને બચાવવા જતા પિતા પુત્રને મોત મળ્યુ હતું. પિતા પુત્રના મોતથી પરમાર પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો છે.
રાજકોટના સંતકબીર રોડ પર આ અકસ્માત બન્યો હતો. સંત કબીર રોડ સદગુરુ સોસાયટી શેરી ન-2 માં રહેતા પરમાર પરિવારના પિતા પુત્રને અકસ્માત નડ્યો હતો. શૈલેષ પરમાર સંત કબીર રોડ પર પોતાના જ ઘરે ચેઈન કટીંગ કરીને મજૂરી કામ કરતા હતા. તો તેમનો દીકરો અજય પરમાર સુરત એલ.એન.ટીમાં નોકરી કરતો હતો. કૌટુંબિક બહેનના લગ્ન હોવાના કારણે અજય પરમાર સુરતથી રાજકોટ આવ્યો હતો.
ધ્રૂજાવી નાંખે તેવી ઘટના : ઘરકંકાસમાં માતાએ 9 મહિનાની દીકરીને એસિડ પીવડાવ્યું
રાજકોટમાં ડમ્પરની અડફેટે પિતા-પુત્રનું કમકમાટી ભર્યું મોત; ઘટનાના CCTV આવ્યા સામે #Rajkot #Gujarat #BreakingNews pic.twitter.com/jjnMbxfJr1
— Zee 24 Kalak (@Zee24Kalak) January 29, 2024
સંત કબીર રોડ પર અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. પિતા પુત્ર બંને બાઈક પર જઈ રહ્યા હતા, ત્યારે તેમની પાસેથી ડમ્પર પસાર થઈ રહ્યુ હતું. પિતા પુત્ર સંતકબીર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આગળ અન્ય વ્યક્તિને બચાવવા જતાં બાઈક ખાડામાં ચલાવ્યું હતું. ખાડામાંથી પસાર થતું બાઈક અચાનક સ્લિપ થયું હતું. બાઈક સ્લિપ થતાં પિતા પુત્ર ટ્રકના પાછળના તોતિંગ ટાયર નીચે આવી ગયા હતા. બંન્નેના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા.
ઘરના બંને મુખ્ય સભ્યોના અકસ્માતમાં મૃત્યુ થતા પરમાર પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પરિવારે એક સાથે બે પુરુષોને ગુમાવ્યા છે. બંનેના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર બનાવને લઈ ઘટનાસ્થળે લોકોનાં ટોળેટોળાં એકઠાં થઈ ગયાં.
વડોદરા બોટ દુર્ઘટનાનો FSL રિપોર્ટમાં ખુલાસો : 1 ટન વજનની બોટમાં દોઢ ટન વજન થયુ હતુ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે