Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટમાં યુવકે આપઘાત પહેલા વીડિયો બનાવ્યો, કહ્યું, આ દુનિયામાં ભાઈબંધ સિવાય કોઈ આપણું નથી...

રાજકોટમાં યુવક 14માં માળે મોતની છલાંગ લગાવવા ચડ્યો હતો, તે પહેલા તેને એક વીડિયો બનાવી કહ્યું- આ દુનિયામાં ભાઈબંધ સિવાય કોઈ આપણું નથી

રાજકોટમાં યુવકે આપઘાત પહેલા વીડિયો બનાવ્યો, કહ્યું, આ દુનિયામાં ભાઈબંધ સિવાય કોઈ આપણું નથી...

ગૌરવ દવે/રાજકોટ: શહેરના સેટેલાઇટ ચોકમાં આવેલ સુપર હાઇટ્સ નામના 14 માળનાં બિલ્ડીંગ એક યુવક આત્મહત્યા કરવા માટે ચડી ગયો હતો. શહેરના બી.ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજ રાજુભાઇ યાદવ નામના યુવકે વીડિયો બનાવી મોતની છલાંગ લગાવવાની કોશિશ કરી હતી. જોકે સદનસીબે તેને બચાવી લેવાયો છે. પોલીસે યુવક આપઘાત કરે તે પહેલાં જ બચાવી લઈને એક ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે. જિંદગીથી કંટાળેલા યુવકે સોશિયલ મીડિયામાં વાયરલ કરેલા વીડિયોમાં આપઘાતનો પ્રયાસ કરતા પહેલા જણાવે છે કે, આ દુનિયામાં ભાઈબંધ સિવાય કોઈ આપણું નથી.. દુનિયામાં કોઈ કોઈનું નથી... એવું માની આપઘાતની કોશિશ કરી હતી.

fallbacks

આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે રાજકોટના પેડક રોડ પર સેટેલાઇટ ચોક પાસે આવેલી સુપર હાઇટ્સ નામની બિલ્ડિંગ આવેલી છે. તેના 14 માળે ગઈકાલે (બુધવાર) સાંજે આત્મહત્યા કરવાના ઈરાદાથી એક 18 વર્ષીય યુવક રાજ રાજુભાઇ યાદવને બે બી-ડિવિઝનોએ બચાવી લીધો હતો. તેણે પોલીસને જણાવ્યું હતું કે તે આત્મઘાતી પગલું ભરવા જઈ રહ્યો છે કારણ કે તેને લાગ્યું કે તે જીવનથી બંધાયેલો છે અને પોતાને મુક્ત કરવા માંગે છે. યુવકે સોશિયલ મીડિયામાં આપઘાત કરવાની કોશિશ કરતા પહેલા એક વીડિયો બનાવ્યો હતો, જે તેના મિત્રોને મોકલ્યો હતો. જેમાં તે જણાવે છે કે આ દુનિયામાં ભાઈબંધ સિવાય કોઈ આપણું નથી.. દુનિયામાં કોઈ કોઈનું નથી... એવું માની આપઘાતની કોશિશ કરી હતી. આ ઘટનામાં બી-ડિવીઝન પોલીસે યુવકને બચાવી તેનું કાઉન્સેલિંગ કર્યા બાદ તેના મિત્ર સાથે ચોટીલા મોકલી આપ્યો હતો.

જાણો સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં યુવકે શું કહ્યું?

 

આણંદ: ઉમરેઠમાં triple talaq કિસ્સોઃ સોશિયલ મીડિયામાં પતિએ કહ્યું 'તલાક તલાક તલાક', પછી...

આ ઘટનામાં બી-ડિવીઝનના સ્ટાફનો એક અધિકારી સવારે પેટ્રોલિંગમાં હતા ત્યારે સેટેલાઇટ ચોક પાસે આવેલી સુપર હાઇટ્સ નામની બિલ્ડિંગ નીચે મોટી સંખ્યામાં ભીડ જોઈ હતી. ત્યાં જઈને જોયું તો બિલ્ડિંગના ટોપ ફ્લોર પર એક યુવક લટકતો બેઠો હતો. પોલીસે સ્થાનિકોની પુછપરછ કરતા જાણવા મળ્યું કે આ યુવક આત્મહત્યા કરવા માંગે આવ્યો છે, જેના કારણે ટેરેસ પર ચઢ્યો છે.

જાહેર મંચ પરથી જગદીશ ઠાકોરનો શંકરસિંહ વાઘેલા પ્રત્યે ઉભરાયો પ્રેમ, નિવેદનથી સૌ કોઈ ચોંક્યા!

આ ઘટનામાં તાત્કાલિક બી ડિવીઝનના સ્ટાફે ચતુરાઈથી બિલ્ડિંગના ટેરેસ પર પહોંચ્યા હતા. ત્યાં યુવક સોશિયલ મીડિયામાં એક વીડિયો બનાવી તેના મિત્રો સાથે વાત કરી રહ્યો હતો. ત્યારે પોલીસે તેને પાછળથી પકડી નીચે ઉતાર્યો હતો. પોલીસે આ યુવકની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તે યુપીનો રહેવાસી છે. તે બે વર્ષનો હતો ત્યારે માતાનું અવસાન થયું હતું. તેના પિતા હાલમાં અમદાવાદમાં રિક્ષા ચલાવે છે. તેણીના પિતાએ ત્રણ વર્ષ પહેલા તેના મિત્ર સાથે મારુતિનગરમાં રહેવા મોકલ્યો હતો. પણ તેને જિંદગીમાં કંટાળો આવવા લાગ્યો તો તેણે ટૂંકાવવાનું વિચાર્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More