ગૌરવ દવે/ રાજકોટ: શહેરીજનો માટે હાલ એક મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. રાજકોટના 45 સ્લમ વિસ્તારમાં શહેરી ક્લિનિક યોજના શરૂ કરવાનો નિર્ણય લીધો છે. શહેરી ક્લિનિક યોજના શનિવારથી શરૂ થશે. રાજકોટમાં હવે શેરી ગલીએ ફ્રીમાં લોકોને સારવાર મળશે. મેયર પ્રદીપ ડવ દ્વારા શહેરી માહોલ ક્લીનક યોજના શરૂ કરવાની જાહેરાત પણ કરવામાં આવી હતી, જેના ભાગરૂપે શનિવારથી લોકોને ફ્રીમાં દવાખાનાથી લઈને સારવાર સુધીની સગવડ ફ્રીમાં મળશે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે રાજકોટમાં શનિવારે રોજ વોર્ડ નં. 4, 5, 6, 15 અને 16માં સાતમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાશે. ત્યારે શહેરના વિવિધ સ્લમ વિસ્તાર સહિતના 45 સ્થળોએ ‘દીનદયાલ ઔષધાલય‘ (શેરી ક્લિનિક)નો પ્રારંભ કરવામાં આવશે. રાજકોટના 45 સ્લમ વિસ્તારમાં શરૂ થઇ રહેલી દીનદયાલ ઔષધાલયની તબીબી સેવાઓનો લાભ લે તેવી સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન પુષ્કર પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને આરોગ્ય કમિટીનાં ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડિયાએ અનુરોધ કર્યો છે.
આ અંગે મેયર પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, રાજકોટમાં છેવાડાના અને ઝુપડપટ્ટીમાં રહેતા લોકોને ઘર આંગણે જ શ્રેષ્ઠ સુવિધા અને સારવાર મળી રહે તે માટે દીનદયાલ ઔષધાલયનો શનિવારથી પ્રારંભ કરવામાં આવશે. રાજકોટમાં કુલ 45 સ્લમ વિસ્તારો નક્કી કરવામાં આવ્યા છે, જેમાં શહેરી ક્લિનિક યોજનાનો સમય સાંજના 5થી રાતના 9 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. કારણ કે, નાનો માણસ દિવસે પોતાની રોજીરોટી માટે બહાર જતો હોય છે, અને સાંજના સમયે પોતાના ઘર પાસે જ ફ્રીમાં સારવાર મેળવી શકે, તે હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે. 45 સ્લમ વિસ્તારોમાં શરૂ કરવામાં આવનાર શહેરી ક્લિનિક યોજનામાં સારવાર, દવા અને જે કંઇ પણ ટેસ્ટ કરવાના હોય તે તમામ ફ્રીમાં કરી આપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે