Home> Gujarat
Advertisement
Prev
Next

કરોડપતિ પરિવારમાં થયો વાસનાનો ખેલ : સાસુ-સસરાએ પુત્ર-પુત્રવધૂની અંગત પળોને વેબસાઈટ લાઈવ કરી

Rajkot News : રાજકોટની 21 વર્ષીય પરિણીતાના લગ્નજીવનને હજી માંડ બે વર્ષ જ થયા છે, ત્યાં લાલચુ સાસરિયાએ તેનુ જીવન બરબાદ કરી દીધું.... રૂપિયા કમાવવાની લાલચે માવતરે પુત્ર અને પુત્રવધૂના અંગત રીતે વીડિયો ઉતારી પબ્લિક કર્યાં
 

કરોડપતિ પરિવારમાં થયો વાસનાનો ખેલ : સાસુ-સસરાએ પુત્ર-પુત્રવધૂની અંગત પળોને વેબસાઈટ લાઈવ કરી

Rajkot Police : રાજકોટમાં લોહીના સંબંધ લજવતો એક કિસ્સો સામે આવ્યો છે. ભક્તિનગર વિસ્તારની આ ઘટના સાંભળીને તમે ચોંકી જશો. રૂપિયા કમાવવાની લાલચે માવતરે પુત્ર અને પુત્રવધૂના અંગત રીતે વીડિયો ઉતાર્યા. એટલું જ નહીં વેબ કેમેરાથી અંદાજિત 10 વખત લાઇવ કર્યું હતું. સાથે જ પુત્ર અને પુત્રવધૂના વીડિયો ઉતારી સાસુ-સસરાએ વેબસાઇટ પર મૂકી દીધા હતા. સમગ્ર ઘટના અંગે જ્યારે ભાંડો ફૂટ્યો ત્યારે પોલીસ એક્શનમાં આવી અને સાસુ-સસરા સહિત પતિની ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર અંધશ્રદ્ધાળુ સસરાએ અનેક વખત વિધિ કરાવી હતી. પુત્રવધૂને પણ દોરાધાગા પહેરાવ્યા હતા. જો કે, થોડા રૂપિયાની લાલચ માટે માવતર જ કમાવતર બન્યા હોવાના અનોખા કિસ્સાએ ચર્ચા જગાવી છે.

fallbacks

રાજકોટમાં રૂપિયા કમાવવા માવતર જ કમાવતર બનવાની આ ઘટના ચોંકાવની છે. રાજકોટના ભક્તિનગર વિસ્તારની ચોંકાવનારી ઘટના છે. રૂપિયા કમાવવા માટે સાસુ-સાસરિયાએ જ પુત્ર અને પુત્રવધૂના અંતરંગ પળોના વીડિયો ઉતાર્યા હતા. એટલુ જ નહિ, પરિવારજનોએ જ વેબ કેમેરાથી 10 વખત તેની અંગરંગ પળોને લાઈવ કરી હતી. અંગત વીડિયો ઉતારી સાસુ-સસરાએ જ વેબસાઈટ પર મૂક્યા હતા. ત્યારે 21 વર્ષીય પરિણીતાને આ વાતની ખબર પડતા જ તેણે પોલીસ ફરિયાદ નોઁધાવી હતી. સાસુ-સસરા અને પતિની રાજકોટ પોલીસે ધરપકડ કરી છે. 

ઓગસ્ટના આ દિવસોમાં પડેલા વરસાદનું પાણી સાચવી રાખજો, ગંગાજળ જેવું પવિત્ર હોય છે

21 વર્ષીય પરિણીતાના લગ્નજીવનને હજી માંડ બે વર્ષ જ થયા છે, ત્યાં લાલચુ સાસરિયાએ તેનુ જીવન બરબાદ કરી દીધું. અંધ શ્રદ્ધાળુ સસરાએ અનેક વખત પુત્ર અને પુત્રવધુની વિધિઓ પણ કરાવી હતી. પુત્રવધૂને દોરા-ધાગા પહેરાવી તેને વિધિ કરાવાતી હતી. તેમજ વહેલી ડિલિવરી કરવા માટે પુત્રવધૂ પર દબાણ કરવામાં આવતુ હતું. તેમજ વહેલી ડિલિવરી નહીં કરે તો પતિનું મૃત્યુ થશે તેવું કહીને તેને ડરાવતા હતા. 

આફ્રિકામાં ગુજરાતી યુવકનું અપહરણ, જુનાગઢ પોલીસની મદદથી હેમખેમ પાછો આવ્યો દીકરો

પરણિતાએ આરોપીઓ દ્વારા તેની સાથે સેક્સ્યુઅલ એક્સપ્લોઈટેશન, સેક્સ્યુઅલ એબેટમેન્ટ કરવામાં આવતું હોવાની ફરિયાદ કરી છે. આ પરિવાર રાજકોટનો ઘનાઢ્ય પરિવારોમાંનો એક છે. જે નામાંકિત હોટલ સાથે સંકળાયેલો છે. પુત્રવધુએ તેમની સામે ફરિયાદ કરી કે, તેના સાસરિયા દ્વારા https://www.chaturbateapp.com નામની વેબસાઈટ પર મને લાઈવ સેક્સ કરવા માટે મજબૂર કરીને ફરજ પાડવામાં આવતી હતી. રિમાન્ડ દરમિયાન આરોપીઓના વોલેટમાં કેટલા ટોકન જમા થયા છે. ત્યારે હાલ સાયબર ક્રાઈમ પોલીસ આ મુદ્દે તપાસ શરૂ કરાઈ છે.  પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કર્યા બાદ તેમને કોર્ટમાં રિમાન્ડ અર્થે પણ રજૂ કરવામાં આવશે. 

ગુજરાતીઓને દરેક વેકેશનમાં થાઈલેન્ડ જ કેમ જવું હોય છે? કારણ જાણીને હક્કા બક્કા રહી જશ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More