Rajkot Video Viral: અવારનવાર વિદ્યાર્થિનીઓની છેડતીના અનેક કિસ્સાઓ સામેં આવતા હોય છે. દિવસેને દિવસે ગુજરાતમાં અનેક જગ્યાએ નબીરાઓ યુવતીઓની સરેઆમ છેડતી કરતા હોય છે. ત્યારે રાજકોટમાં એક રોમિયોને રોમિયોગીરી ભારે પડી ગઈ છે. હાલ એક વીડિયો વાયરલ થયો છે. જે વીડિયો (Video) માં જોઈ શકો છો કેટલીક યુવતીઓ એક યુવકને રસ્તા પર નીચે પાડી બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. યુવતીઓ રણચંડી બનીને યુવકને વાળ ખેંચી માર માર્યો હતો. હાલ તો આ વીડિયો વાયરલ થયો છે.
આ આગાહી ઘાતક સાબિત થશે? ફેબ્રુઆરીમાં તોળાય રહ્યું છે ગુજરાતીઓ માટે એક મોટું સંક્ટ
આ ઘટના વિશે જણાવીએ તો રાજકોટમાં રોમિયોની જાહેરમાં ધોલાઈ થતો વીડિયો વાયરલ થયો છે. ગઈકાલ રાતની (શુક્રવાર) ઘટનાનો આ વીડિયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. રાજકોટમાં રસ્તા વચ્ચે યુવકને રોમિયોગીરી ભારે પડી ગઈ છે અને 3 જેટલી યુવતીઓએ યુવકને પકડીને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ત્રણેય યુવતીઓ યુવકને રસ્તા વચ્ચે પકડીને જમીન ભેંગો કરીને ગડદા પાટૂનો માર મારી રહી છે. કેટલીક વખત યુવક ઉભો થવા જાય છે, ત્યારે યુવતીઓ યુવકના વાળ ખેંચીને નીચે પાડી રહી છે.
રાજકોટમાં યુવકને રોમિયોગીરી ભારે પડી, યુવતીઓ રણચંડી બની ચખાડ્યો મેથીપાક#gujarat #rajkot #newsupdate #zee24kalak pic.twitter.com/eYVX44j9Jt
— Zee 24 Kalak (@Zee24Kalak) February 3, 2024
એકાઉન્ટ ફ્રીઝ, બ્લેકમેઈલિંગ અને ક્રિકેટ સટ્ટાકાંડ, સસ્પેન્ડેડ PIની આવી છે કરમ કુંડળી
યુવતીઓએ આરોપ લગાવ્યો હતો કે યુવકે દારૂ પીને છેડતી કરી હતી. વારંવારની છેડતીની ઘટનાથી કંટાળી 3 યુવતીઓ રણચંડી બની ગઈ હતી અને એક યુવકની 3 યુવતીઓએ બરાબરની ધોલાઈ કરી નાંખી હતી. હાલ આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જે આજકાલના રોમિયોગીરી કરતા યુવકો માટે બોધપાઠ સમાન છે.
'બદનામ કરી નાંખીશ..',21 વર્ષીય યુવતી પર 3 શખ્સોએ માણ્યું શરીરસુખ,આ રીતે ફૂટ્યો ભાંડો
રાજકોટ શહેરનો એક વીડિયો વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોમાં કેટલીક છોકરીઓ એક યુવકને જમીન પર સુવડાવીને માર મારી રહી છે. વીડિયોમાં છોકરીઓ આ યુવકને ગાળો બોલી અને લાફા ઝીંક્યા. વીડિયોમાં આ છોકરીએ બોલી રહી છે કે આ યુવક અમારો પીછો કરે છે. દારૂ પીને છેડતી કરતો હોવાનો યુવતીઓએ આરોપ લગાવ્યો છે. વારંવાર છેડતીથી કંટાળીને યુવતીઓ રણચંડી બની અને રોમિયોની જાહેરમાં ધોલાઈ કરી નાંખી. આ વાયરલ વીડિયો રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે