જેતપુરઃ દેશ આજે 21મી સદીમાં જીવી રહ્યો છે પરંતુ અંધશ્રદ્ધા હજુ દૂર થી રહી નથી. લોકો અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરીને પોતાનો જીવ જોખમમાં મુકતા હોય છે. આવો એક કિસ્સો રાજકોટ જિલ્લાના જેતપુરમાં સામે આવ્યો છે. જેતપુરમાં સત્યના પારખા કરાવવા માટે એક યુવકને ઉકળતા તેલમાં હાથ નખાવવામાં આવ્યો છે.
શું છે સમગ્ર ઘટના
પ્રાપ્ત વિગત અનુસાર વિક્રમ જાદવ નામનો વ્યક્તિ જેતપુરમાં તેના પરિવાર સાથે રહે છે અને તેને તેનાજ સમાજની એક પરિણીતા સાથે સબંધ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. તે જયારે આ પરિણીતાને મળવા માટે તેના ઘર જાય છે ત્યારે પરિણીતાની દીકરી તેના ફઈને ફોન કરીને બોલાવે છે. ત્યારબાદ આ વિક્રમ રંગેહાથ ઝડપાય જાય છે.
આ ઘટના બાદ મહિલાનો પતિ પણ ત્યાં પહોંચે છે. મહિલાના પતિએ વિક્રમને માર માર્યો અને કહ્યું કે, જો તું સાચો હોય તો સત્યના પારખા કરવા પડશે. ત્યારબાદ તેને માતાજીના મઢે લઈ જવામાં આવે છે અને ઉકળતા તેલમાં હાથ નખાવવામાં આવે છે. આ દુર્ઘટનામાં વિક્રમ ગંભીર રીતે દાઝી ગયો છે અને તેને રાજકોટ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ તાંત્રિક વિધિ કરી કોંગ્રેસના બે નેતાઓનો ખાત્મો બોલાવવાનો પ્લાન, મહિલા નેતાનો ઓડિયો વાયરલ
શું કહે છે વિક્રમ
જેતપુરમાં રહેતા વિક્રમ જાદવના કહેવા અનુસાર 4 વ્યક્તિઓએ તેને તેના ઘરની સામેથી છરી ની અંણિયે અપહરણ કરીને તેના માતાજીના મઢે લઈ ગયા હતા. ત્યાં પરાણે તેનો હાથ મંદિરમાં ઉકળતા તેલમાં નખાવ્યો હતો અને વિક્રમ દાઝી ગયો હતો.
જે લોકોએ વિક્રમનું અપહરણ કર્યું તેણે કહ્યું કે, વિક્રમના મારી પત્ની સાથે સંબંધ છે. એટલે તેના પારખા કરાવવા માટે ગરમ તેલમાં હાથ નખાવ્યાં હતા. મહિલાના પતિએ કહ્યુ કે, જો ઉકાળેલા તેલમાં તેના હાથ દાઝી જાય તો તે ખોટો છે.
આ પણ વાંચોઃ કિશન ભરવાડ હત્યા કેસમાં વધુ 3 આરોપીની ધરપકડ, અત્યાર સુધી 10 ઝડપાયા
પરિણીતાએ કહી આ વાત
વિક્રમને જેની સાથે આડા સંબંધનો આક્ષેપ છે તે પરિણીતાના પતિએ વિક્રમનું સત્ય જાણવા માટે માતાજીના મઢમાં ઉકળતા તેલમાં હાથ અમે નથી નખાવ્યા એને જાતે જ નાખ્યા છે. હાલ તો આ મામલે શું સાચુ છે તે સામે આવ્યું નથી. હાલ તો સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે અને પોલીસ તપાસ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે