Rajkot News: પ્રેમમાં પડેલો વ્યક્તિ શું નથી કરતો? આવો જ એક અનોખો કિસ્સો રાજકોટના જેતપુરથી સામે આવ્યો છે. જ્યાં એક હિન્દુ યુવક બાંગ્લાદેશી મુસ્લિમ યુવતી માટે ધર્મપરિવર્તન કરવા તૈયાર થઈ ગયો હોવાના આક્ષેપ અને સમગ્ર મામલો જેતપુર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. મળતી માહિતી મુજબ રાજકોટ જિલ્લાના જેતપુરમાં રહેતો 22 વર્ષના હિન્દુ બાવાજી યુવક આશિષ ગોસ્વામીની બાંગ્લાદેશની મુસ્લિમ યુવતી સાથે ઈન્સ્ટાગ્રામના માધ્યમથી ઓળખાણ થઈ હતી. બાંગ્લાદેશની મુશ્લિમ યુવતી સાથે આશીષે તેની સાથે લગ્ન કરવા અને બાંગ્લાદેશ જવા માટે હિન્દુ ધર્મ છોડીને મુસ્લિમ ધર્મ અપનાવવા માટે તૈયાર થઈ ગયો હોવાના આક્ષેપ તેના પિતાએ કર્યા છે.
પિતાએ આરોપ લગાવ્યો કે, યુવક યુવતી સાથે લગ્ન કરવા તૈયાર છે, યુવક આખો દિવસ મસ્જિદમાં જ રહેવા લાગ્યો, જ્યાં તે રોજ પાંચ સમયની નમાજ અદા કરે છે. બાંગ્લાદેશી મુસ્લિમ યુવતીએ હિન્દુ યુવક આશિષ ગોસ્વામીનું બ્રેઇન વોશ કરતા તેણે ધર્મ પરિવર્તન અને લગ્ન કરવાની તૈયારી કરી લીધી હોવાના આક્ષેપ તેના પિતાએ કર્યા છે, જેનાં માટે તેણે પોતાનું નામ બદલીને શેખ મોહમ્મદ અલી સમીર કરી નાખ્યું છે. સમગ્ર ઘટના અને મામલો ત્યારે સામે આવ્યો જ્યારે હિન્દુ યુવક આશિષ સરકારી હોસ્પિટલમાં સુન્નત કરાવવા માટે ગયો. યુવક યુવતી સાથે નિકાહ કરવા પણ તૈયાર છે.
આશિષના માતાપિતાને સમગ્ર વાતની જાણ હતી પરંતુ તેમનો પુત્ર ઘરેથી ભાગી જશે અથવા કોઈ પગલું ભરશે તેના માટે ચિંતિત હતા, ત્યારે આજે યુવક જેતપુરની સરકારી હોસ્પિટલમાં સુન્નત માટે ગયો હતો અને તેઓ તાત્કાલિક યુવક આશિષ પાસે ગયા હતા અને તેને સમજાવવું પ્રયાસ શરૂ કર્યા હતા. સાથે વિશ્વ હિન્દુ પરિષદ પણ સામેલ થઈ હતી અને આશિષને સમજાવવા પ્રયાસ શરૂ કર્યા અને સમગ્ર મામલો જેતપુર પોલીસ સ્ટેશનમાં ગયો છે. જ્યાં તમામ હિન્દુ આગેવાનો દ્વારા અશિષનો સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને પોલીસ દ્વારા પણ સમજાવવાના પ્રયાસ શરૂ કર્યા છે. એક બાજુ વિહિપનું કહેવું છે કે કોઈ પણ સંજોગોમાં ધર્મ પરિવર્તન કરવા દેવામાં નહીં આવે.
આજથી 3 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો કયા છે વરસાદનું રેડ એલર્ટ, ક્યાં અપાયું ઓરેન્જ
મહારાષ્ટ્રમાં આગામી લોકસભા ચૂંટણી પર લેટેસ્ટ સર્વે, જાણો કોને કેટલી સીટો મળી શકે
UCC ના વિરોધમાં ઉતર્યું ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ, લો કમિશનને જણાવી આપત્તિ
આશિષે કર્યો આ ખુલાસો
મીડિયા રિપોર્ટ મુજબ યુવક આશિષે સોશિયલ મીડિયા મારફતે મુસ્લિમ ધર્મગુરુ ઝાકિર નાઈકના વીડિયો જોઈને મુસ્લિમ ધર્મ અંગિકાર કરવા માટે પ્રેરાયો હોવાનું પણ જણાવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે