Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટના રાજકારણમાં "એકડા" નો ખેલ, કોંગ્રેસ માટે 1 અંક બની શકે છે લક્કી

રાજકોટના રાજકારણમાં
  • 2001 માં મનપાનું શાસન કોંગ્રેસના હાથમાં આવ્યું હતું
  • 2021 માં પણ શુ ફરી કોંગ્રેસનું શાસન આવશે ?
  • યોગાનુયોગ જોગ મતદાન તારીખ પણ 21 છે  

રક્ષિત પંડ્યા/રાજકોટ :સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Local Body Polls) ના બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું ત્યારે રાજકીય પક્ષો દ્વારા પણ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વર્ષે ઉમેદવારોએ અને પાર્ટી એ પોતાની રીતે ગણતરીઓ શરૂ કરી ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવી પ્રચાર શરૂ કર્યો છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ મનપા (rajkot palika) ના તમામ 18 વોર્ડ માટે ભાજપનાં તમામ 72 ઉમેદવારોએ ગઇકાલે પોતાનું ઉમેદવારી પત્ર નોંધાવી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. 

fallbacks

રાજકોટ મનપાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થયું છે અને બીજી તરફ રાજકીય વિશ્લેષણની સાથે સાથે આંકડાકીય ગણિતની પણ શરૂઆત કરવામાં આવી રહી છે. રાજકોટ (rajkot) મનપાની ચૂંટણીમાં અંતમાં "એકડો" નવાજુની થવાના સંકેત આપે છે. વર્ષ 2001 માં રાજકોટ મનપામાં કોંગ્રેસ (congress) નું શાસન આવ્યું હતું અને સતત પાંચ વર્ષ મનપા પર કોંગ્રેસ રાજ હતું. જોકે ત્યાર બાદ આજ સુધી એક પણ વખત કોંગ્રેસ સત્તા પર આવી નથી. 

આ પણ વાંચો : દીકરાને ટિકિટ ન આપતા નારાજ થયા મધુ શ્રીવાસ્તવ, મોટી નવાજૂની કરવાના આપ્યા સંકેત

ભાજપ (bjp) પાર્લામેન્ટ્રીના નિર્ણય બાદ મનપામાં અનેક યુવા, શિક્ષિત અને નવા ચહેરાને તક મળી છે. જેનાથી વિપક્ષને ફાયદો થવાની પણ ચર્ચા ચાલી રહી છે અને આ માટે ફરી એક વખત મનપામાં પાછળના અંકમાં આવતો એકડો ભાજપને ભારે પડશે તેવુ ગણિત આંકવામાં આવી રહ્યું છે. વર્ષ 2001 માં મનપાની ચૂંટણીમાં કોંગ્રેસે જીત મેળવી 5 વર્ષ શાસન કર્યું હતું અને હવે 20 વર્ષ બાદ ફરી 2021 માં Congress સત્તા પર આવશે તેવો વિશ્વાસ કોંગ્રેસ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. તેમજ યોગાનુયોગ મતદાન પણ 21 તારીખ એટલે કે તેમાં પણ પાછળનો અંક એકડો છે. એટલે કે આ એકડો કોંગ્રેસને ફરી લાભદાયી થશે કે કેમ તે જોવું મહત્વનું રહ્યું..?

આ પણ વાંચો : ભાજપના ખાનપુર કાર્યાલય પર નારાજ કાર્યકર્તાઓ ઉમટ્યા, ગૃહરાજ્ય મંત્રી ડેમેજ કન્ટ્રોલ કરવા દોડ્યા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More