ઝી બ્યુરો/રાજકોટ: રાજકોટના ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડ બાદ રાજકોટના લોકમેળા માટે અંડર ગ્રાઉન્ડ લાઈનનું નેટવર્ક ઊભું કરવા માટે પીજીવીસીએલ દ્વારા એક્શન પ્લાન અમલી બનાવવામાં આવ્યો છે.
ગુજરાતમાં આ રાઉન્ડ બાદ આવશે વરસાદનો ખતરનાક નવો રાઉન્ડ! આ તારીખથી ફરી થશે દે ધનાધન...
શોર્ટ સર્કિટના કારણે રાજકોટમાં તાજેતરમાં થયેલી TRP ગેમ ઝોનની દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે વીજ કંપની પીજીવીસીએલ દ્વારા ધાર્મિક સ્થળો અને ખાસ કરીને આગામી જન્માષ્ટમીના તહેવારમાં જ્યા મેળાનું આયોજન થાય છે તેવા સ્થળોએ અંડર ગ્રાઉન્ડ કેબલ નાખવાના પોજેક્ટને મંજૂરી આપી દેવામાં આવી છે.
'રાતના સમયે બહાર ના નીકળો! અમદાવાદની યુવતીએ રડતા રડતા પોલીસ પર લગાવ્યા આક્ષેપ
પીજીવીસીએલના સુપ્રિડેન્ટ એન્જીનીયર જે.બી. ઉપાધ્યાય જણાવ્યું હતુ કે, આગામી જન્માષ્ટમીના તહેવાર દરમિયાન જ્યાં ધાર્મિક સ્થળ હોય અને મેળાનું આયોજન થતું હોય અથવા તો મોટી સંખ્યામાં જનમેદની એકત્ર થતી હોય તેવા સ્થળોએ અંડર ગ્રાઉન્ડ કેબલ નાંખવાનું આયોજન કરવામાં આવ્યું છે.
'હું તમારો દીકરો છું, કોઈપણ સમસ્યામાં ગમે ત્યારે યાદ કરો', આ સાંસદે લોકોને આપી ખાતરી
આ માટે પીજીવીસીએલ દરખાસ્તને મંજુરી આપી દેવામાં આવી છે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્રનો સૌથી પ્રખ્યાત લોકમેળો યોજાવા જઈ રહ્યો છે જેમાં પણ વહીવટી તંત્ર દ્વારા અંડર ગ્રાઉન્ડ કેબલ નાખવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં સ્ટોલ અને પ્લૉટ ધારકો જ્યા સુધી ફિટનેસ સર્ટિફિકેટ રજૂ નહીં કરે ત્યાં સુધી વીજ કનેક્શન આપવામાં આવશે નહીં. આ પ્રકારના નિયમનો સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં અમલ કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે