Rajkot News રાજકોટ : એક સાથે જીવી ન શક્યા, તો એકસાથે મરી તો શકીએ છીએ. ઓનર કિલિંગ, પરિવારના ડરથી દર વર્ષે ભારતમા અનેક પ્રેમીપંખીડાઓ આત્મહત્યા કરતા હોય છે. ત્યારે ગઈકાલે રાજકોટમાં હચમચાવી દેતી ઘટના બની હતી. રાજકોટની યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રેમી પંખીડાના આપઘાતના પ્રયાસ કર્યો હતો. બંનેએ શરીર પર બ્લેડ મારીને આખું પોલીસ સ્ટેશન લોહીલુહાણ કરી દીધું હતું.
દરવાજો લોક કરી શરીર પર બ્લેડના ઘા માર્યા
પ્રાપ્ત માહિતી અનુસાર, કચ્છના નખત્રાણાના પ્રેમી પંખીડા ભાગીને રાજકોટ આવ્યા હતા. જેથી રાજકોટ પોલીસે બન્નેને ટ્રેસ કરી પોલીસ સ્ટેશનમાં બેસાડ્યા હતા, ત્યારે પોલીસ સ્ટેશનના નાગરિક સુવિધા કેન્દ્રમાં યુગલને બેસાડ્યા હતા. તેમના પરિવારજનો કચ્છથી રાજકોટ આવવાના રવાના થયા હતા. ત્યારે પરિવારજનો એક નહિ થવા દે તે ડરથી પ્રેમીપંખીડાએ નાગરિક સુવિધા કેન્દ્રમાં જ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસ સ્ટેશનના નાગરિક સુવિધા કેન્દ્રમાં એકલા બેઠેલા પ્રેમી પંખીડાએ દરવાજો લોક કરી શરીર પર બ્લેડના ઘા માર્યા હતા.
સાવધાન! ફાઈવસ્ટાર હોટલનું ફૂડ પણ સુરક્ષિત નથી, ફ્રાયમ્સ સાથે મરેલી જીવાત પીરસાઈ
રાજકોટમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રેમી પંખીડાનો આપઘાતનો પ્રયાસ, યુવતીનું મોત#Gujarat #Rajkot #News pic.twitter.com/qREP3aWTB7
— Zee 24 Kalak (@Zee24Kalak) May 4, 2024
પ્રેમી વિનોદ સતવારા ગંભીર હાલતમાં સારવાર હેઠળ
અરેરાટીભરી આ ઘટનામાં પ્રેમિકા પૂજા ભદ્રનું મોત થયું છે, અને પ્રેમી વિનોદ સતવારા ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. બંનેએ પોતાના ગળા પર તીક્ષ્ણ હથિયારથી ઘા મારી લીધા હતા. યુવકની હાલત ગંભીર હોવાથી ENT વોર્ડના ઓપરેશન શરૂ કરાયુ હતું.
ગોળીબાર હનુમાન મંદિરના મહંત મદનમોહનદાસજીનું નિધન, 115 વર્ષે લીધા અંતિમ શ્વાસ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે