સત્યમ હંસોરા/રાજકોટ : ભારતમાં ટેક્સ ચોરોની કમી નથી. લાખો-કરોડો કમાતા લોકો પણ વધુમાં વધુ કેટલો ટેક્સ બચાવી શકાય તેની ઝંઝટમાં પડતા હોય છે. તો કેટલાક તો એવા છે જે ટેક્સ ચૂકવતા નથી. ત્યારે રાજકોટ મનપાએ અનોખી રીતે બાકી પ્રોપર્ટી ટેક્સવાળાઓના કાન આમળ્યા છે. મનપા દ્વારા રાજકોટમાં વિવિધ સ્થળે એલઈડી સ્ક્રીન પર કરદાતાઓના નામ મૂકી દેવાયા છે, જેની પોઝીટિવ અસર બાકી ટેક્સવાળાઓ પર જોવા મળી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ મનપા દ્વારા જેઓએ પ્રોપર્ટી ટેક્સ ભરવાનો બાકી છે તેઓ માટે અનોખો નિર્ણય લેવામાં આવ્યો છે. મનપા દ્વારા કરદાતાઓના નામ એલઇડી સ્ક્રીન પર મૂકાયા છે. આવી એલઈડી સ્ક્રીન રાજકોટમાં વિવિધ સ્થળોએ લગાવાવમાં આવી છે. રાજકોટમાં કરદાતાઓ પાસેથી 1 કરોડથી વધુના ટેક્સ બાકી હોઈ અને મનપા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જયંતી ભાનુશાળીની હત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, 2 હત્યારાની થઈ ઓળખ
ઉલ્લેખનીય છે કે, અન્ય મહાનગરપાલિકાઓને બાકી કરદાતાઓને વારંવાર ટેક્સ ભરવા માટેની નોટિસ મોકલવામાં આવે છે. ત્યારે રાજકોટ મનપાએ અનોખી તરકીબ વિચારી કાઢી છે. મનપા ઢોલ વગાડવાને બદલે એલઇડી સ્ક્રીન પર નામ મૂકી દીધઆ છે. જેનો સીધો ફાયદો એ થાય છે કે, એલઇડી સ્ક્રીનમાં પોતાનું નામ આવતા અનેક બાકી ટેક્સદારોએ ટેક્સ ભરવાનું શરૂ કર્યું છે.
ગોધરા : દારૂ પીને આ PSI એવી એવી ગાળો બોલ્યા કે, લોકોને કાન બંધ કરી દેવા પડ્યા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે