Rajkot News : ગુજરાતમાં રહેતા આફ્રિકન વિદ્યાર્થીઓ કોઈને કોઈ કારણોસર વિવાદમાં રહેતા હોય છે. ત્યારે રાજકોટની મારવાડી કોલેજમાં રહેતી એક વિદ્યાર્થીની ચર્ચામાં આવી છે. કારણ કે, મારવાડી કોલેજમાં ભણતી ઝિમ્બાબ્વેની યુવતી કુંવારી માતા બની છે. એક ખાનગી હોસ્પિટલમાં તેણ બાળકીને જન્મ આપ્યો છે.
મારવાડી કોલેજમાં રહીને અભ્યાસ કરતી ઝિમ્બાબ્વેની 23 વર્ષીય યુવતીને રવિવારે મધ્ય રાત્રિએ પ્રસૂતિની પીડા ઉપડી હતી. જેથી તેને ગોંડલ ચોકડી પાસે આવેલી એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી, જ્યાં તેણે એક બાળકીને જન્મ આપ્યો છે.
ચોંકાવનારી બાબત એ છે કે, આ વિદેશી યુવતી કુંવારી માતા બની છે. તે અપરિણિત છે, અને હોસ્પિટલના ચોપડે તેણે બાળકીના પિતાનું નામ નથી લખાવ્યું. જોકે, તેણે બાળકીનો પિતા ઝિમ્બાબ્વેનો જ યુવક હોવાનું જણાવ્યું હતું. જોકે, યુવતી પુખ્ત હોવાથી કાયદાકીય રીતે પોલીસને જાણ કરવાની હોતી નથી, પરંતું બાળકીના જન્મ બદ મહાનગરપાલિકામાં જાણ કરાઈ હતી.
આ યુવતી મારવાડી કોલેજમાં ભણે છે. પરંતું આ વાતની જાણ થતા જ સ્થાનિકોમાં ગણગણાટ શરૂ થઈ ગયો હતો.
રતનપર ગામમાં આફ્રિકન વિદ્યાર્થીઓના ત્રાસ
રાજકોટના મારવાડી કોલેજમાં અભ્યાસ અર્થે આવેલા આફ્રિકન વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓના કારણે રતનપર ગામમાં રોષનો માહોલ જોવા મળ્યો છે. ભાડે મકાન કે ફ્લેટ રાખી રહેતા આફ્રિકન સામે ગ્રામજનોએ કહ્યું, આફ્રિકન લોકો નશા અને અનૈતિક પ્રવૃત્તિ કરે છે. અનેક વખત પોલીસમાં રજુઆત છતાં કોઈ કાર્યવાહી નથી થતી. તો આ મુદ્દે મારવાડી યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પિન્ટો મેમોએ જણાવ્યું કે, રતનપર ગામના લોકો અને સરપંચ અમને મળી રજૂઆત કરી. અમારા છાત્રો કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ સાથે જોડાયેલા નથી. જે વાત નશા અને અનૈતિક પ્રવૃતિને લઈને છે તો અમે પોલીસ ફરિયાદ માટે પણ તૈયાર છીયે અમને આશા છે કે અમારા છાત્રો આ પ્રવૃત્તિ સાથે નહીં જોડાઈ શકે. જોકે ગેરકાયદે કામ સાથે જોડાયેલા હોઈ તો પોલીસ કાર્યવાહી સ્વીકાર્ય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે