Home> Gujarat
Advertisement
Prev
Next

રસોઇ બનાવવામાં મોડુ થતા સાસુએ કેરોસીન છાંટી સગર્ભા પુત્રવધુને સળગાવી

રાજકોટમાં એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સગર્ભા મહિલા પર સાસુ એ કેરોસીન છાંટી સળગાવી દેતા મહિલા 74% જેટલું સળગી ગઇ હતી.

રસોઇ બનાવવામાં મોડુ થતા સાસુએ કેરોસીન છાંટી સગર્ભા પુત્રવધુને સળગાવી

રાજકોટ: રાજકોટ જિલ્લામાં એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના વીછીંયા વિસ્તારમાં એક સાસુએ તેની પુત્રવધુને કેરોસીન છાંટી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો છે. મહિલા જ્યારે રસોઇ બનાવામાં મોડું થતા તેની સાસુએ કેરોસીન છાંટીને સળગાવી દીધી હતી. મહિલાને દોઢ માસનો ગર્ભ હોવાથી રસોઇ બનાવામાં તકલીફ પડી રહી હતી. મહિલાને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.જ્યાં તબીબે માહિતી આપી હતી,કે મહિલાનું શરીર 74 ટકા જેટલુ બળી ગયું છે. 

fallbacks

વીંછીયા પોલીસે સાસુની કરી ધરપકડ
પુત્રવધુને સળગાવી દેવાના આરોપીને વીંછીયા પોલીસે આઇ.પી.સી કલમ 307 મુજબ ધરકપડ કરી છે. રાજકોટ શહેરમાં દિવસેને દિવસે મહિલાઓ પર આત્યાચાર કરવાના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આ પ્રકારનો કિસ્સો સામે આવતા સમગ્ર રાજકોટ પંથકમાં અરેરાટી વ્યાપી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More