Home> Gujarat
Advertisement
Prev
Next

Rajkot માં પુત્રના હાથે પિતાની હત્યા, લગ્નમાં જવાની જીદ બની મોતનું કારણ

જામનગર (Jamnagar) લગ્નમાં પુત્ર અને પુત્ર વધુ સાથે જવાની જીદમાં થયેલ ઝઘડામાં હત્યા (Murder) થઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

Rajkot માં પુત્રના હાથે પિતાની હત્યા, લગ્નમાં જવાની જીદ બની મોતનું કારણ

ગૌરવ દવે/રાજકોટ : રાજકોટ (Rajkot) ના રૈયા (Raiya) ગામમાં પુત્રના હાથે પિતાની હત્યા (Murder) ની ઘટના સામે આવતા ચકચાર મચી છે. જામનગર (Jamnagar) લગ્નમાં પુત્ર અને પુત્ર વધુ સાથે જવાની જીદમાં થયેલ ઝઘડામાં હત્યા (Murder) થઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસે (Police) મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરવી તપાસ શરૂ કરી છે.

fallbacks

Saurashtra University ના કેસ સ્ટડીમાં થયો ખુલાસો, આ સિન્ડ્રોમવાળા વ્યક્તિ ધરાવે છે આવી વિકૃતિ

રાજકોટ (Rajkot) ના રૈયા ગામમાં પુત્રના હાથે પિતાની હત્યા (Murder) થઈ હોવાની ઘટના સામે આવી છે. પુત્ર ઇમરાને પિતા ફિરોઝભાઈ તાયાણીને ધોકાના ઘા ફટકારી હત્યા કરી નાખી છે. પોલીસ (Police) ની પ્રાથમિક તપાસમાં જામનગર (Jamnagar) લગ્નમાં દીકરા-વહુની સાથે જવાની જીદ કરતા ધોકાના ઘા ફટકાર્યા હતા. 
fallbacks
GSSSB Exam: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સિનિયર ક્લાર્કના પદ માટે આજે યોજાશે પરીક્ષા

સિવિલ હોસ્પિટલ (Civil Hospital) માં સારવાર દરમિયાન 55 વર્ષીય ફિરોઝભાઈ તાયાણીએ દમ તોડી દીધો હતો. પોલીસે હત્યા (Murder) નો ગુનો દાખલ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. હાલ હત્યારો પુત્ર ઇમરાન તાયાણી યુનિવર્સિટી પોલીસના સકંજામાં આવી ગયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More