Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટમાં સામૂહિક આત્મહત્યા : ઘરકંકાસથી કંટાળેલી માતા બે માસુમ દીકરા સાથે સળગી ગઈ

રાજકોટમાં સામૂહિક આત્મહત્યા (suicide) ના બનાવથી ચકચાર મચી ગઈ છે. રાજકોટના નાકરાવાડીમાં સામુહિક આપઘાતની ઘટના બની છે. એક મહિલાએ બે માસુમ પુત્રો સાથે સળગીને આપઘાતનો રસ્તો અપનાવ્યો છે. ત્યારે આ આપઘાત પાછળ ગૃહકલેશ કારણભૂત હોવાની પ્રાથમિક માહિતી મળી છે. 

રાજકોટમાં સામૂહિક આત્મહત્યા : ઘરકંકાસથી કંટાળેલી માતા બે માસુમ દીકરા સાથે સળગી ગઈ

ગૌરવ દવે/રાજકોટ :રાજકોટમાં સામૂહિક આત્મહત્યા (suicide) ના બનાવથી ચકચાર મચી ગઈ છે. રાજકોટના નાકરાવાડીમાં સામુહિક આપઘાતની ઘટના બની છે. એક મહિલાએ બે માસુમ પુત્રો સાથે સળગીને આપઘાતનો રસ્તો અપનાવ્યો છે. ત્યારે આ આપઘાત પાછળ ગૃહકલેશ કારણભૂત હોવાની પ્રાથમિક માહિતી મળી છે. 

fallbacks

રાજકોટ (rajkot news) ના કુવાડવા રોડના નવાગામ સોખડા પાસે નાકરાવાડીમાં સામુહિક આપઘાતની ઘટના બની છે. 28 વર્ષના દયાબેન વિજયભાઇ ડેડાણીયાએ 7 વર્ષના પુત્ર મોહિત અને 4 વર્ષના પુત્ર ધવલ સાથે સળગીને મોત વ્હાલુ કર્યુ છે. આ ઘટનાથી ડેડાણીયા પરિવાર પર આભ તૂટી પડ્યુ હતું. તો સમગ્ર ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. કુવાડવા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ આરંભી છે. ત્યારે ગૃહકલેશને કારણે દયાબેને આ પગલુ ભર્યાની પ્રાથમિક વિગતો બહાર આવી છે.

આ પણ વાંચો : તરછોડાયેલા માસુમના માવતરને શોધવા ગૃહરાજ્ય મંત્રીના આદેશ, પોલીસ પણ એક્ટિવ થઈ 

આ ઘટનાથી ડેડાણીયા પરિવારમાં સોપો પડી ગયો છે. આ આત્મહત્યાના પગલે દયાબેનના પતિએ કહ્યું કે, મારે ક્યારેય બોલાચાલી થઈ નથી. મારી માતાને એકવાર બોલાચાલી થઈ હતી. 

વહેલી સવારે બનેલી ઘટનામાં DCP સહિતના પોલીસે અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More