Home> Gujarat
Advertisement
Prev
Next

આ મહિલા ગંદી છે તેને શરમ નથી આવતી કે...', રાજકોટમાં 'પતિ, પત્ની ઔર વો'ની અજીબોગરીબ ઘટના!

રાજકોટમાં પત્નીએ પતિને અન્ય મહિલા સાથે ઝડપીને બંન્નેને લોકોની વચ્ચે ફટકાર્યા હતા, જે ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે

આ મહિલા ગંદી છે તેને શરમ નથી આવતી કે...', રાજકોટમાં 'પતિ, પત્ની ઔર વો'ની અજીબોગરીબ ઘટના!

ઝી બ્યુરો/રાજકોટ: ફરી એકવાર રાજકોટમાં પતિ પત્ની ઓર વો જેવા દ્રશ્યો સામે આવ્યા છે. બહુમાળી ભવન ચોકમાં પતિ અને તેની પ્રેમિકા મળતાં હતાં, તે દરમ્યાન પત્ની આવી પહોંચતા જાહેરમાં મોટી બબાલ ઉભી થઈ હતી. આ બબાલ આટલેથી પુરી થઈ નહોતી. પત્નીએ જાહેરમાં પતિ અને પ્રેમિકાને મેથી પાક ચખાડ્યો હતો. હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે, જેમાં આ ઘટનાનાં દ્રશ્યો સામે આવ્યા છે. વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. 

fallbacks

આ ઘટનામાં જાણવા મળી રહેલી માહિતી પ્રમાણે, રાજકોટના બહુમાળી ભવન પાસે પતિ પ્રેમિકા સાથે બેઠો હતો, ત્યારે અચાનક જ પત્ની ત્યાં આવી પહોંચી હતી અને જોવા જેવી થઈ હતી અને બન્ને ઝડપી પાડ્યા હતાં. પત્ની આટલેથી અટકી નહોતી, તેણે આવેશમાં આવી પ્રેમિકા અને પતિને જાહેરમાં મેથીપાક ચખાડ્યો હતો. 

પત્નીએ પતિને અન્ય મહિલા સાથે ઝડપીને બંન્નેને લોકોની વચ્ચે ફટકાર્યા હતા. એટલું જ નહીં, પતિની પ્રેમિકાને જાહેરમાં રોડ પર દોડવી હતી. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તે જણાવી રહી છે કે, આ મહિલા ગંદી છે તેને શરમ નથી આવતી કે, અમારે એક છોકરો છે છતાં તે તેના પાછળ પડી છે. તે મને ફસાવી રહી છે, મારા ચાર વર્ષના બાળકને ફસાવી રહી છે. મારા પતિ સાથે આ રહે છે અને બોલે છે કે, તે લિવ ઈન રિલેશનશીપમાં છે અને આ મહિલાએ મારી બે વર્ષથી જિંદગી ખરાબ કરી રાખી છે. જે ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More