Home> Gujarat
Advertisement
Prev
Next

આ પદ્મિની બા તો માથાભારે નીકળ્યા! પુત્ર સાથે મળી પતિને માર માર્યો હોવાની ચર્ચા, વાયુવેગે વાયરલ થયો VIDEO

રાજકોટમાં થયેલા ક્ષત્રિય આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવનાર મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા સાથે ઘણા વિવાદ જોડાયેલા છે. પરંતુ હાલ પદ્મિનીબા વાળા અને તેમના પુત્ર પર ગંભીર આક્ષેપ થયો છે.

આ પદ્મિની બા તો માથાભારે નીકળ્યા! પુત્ર સાથે મળી પતિને માર માર્યો હોવાની ચર્ચા, વાયુવેગે વાયરલ થયો VIDEO

Padminiba News: ક્ષત્રિય સમાજનાં મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. ક્ષત્રિય અસ્મિતા સંમેલનના પદ્મિનીબા વાળાનો એક કથિત વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેમના પતિ ગિરિરાજ સિંહ સાથે માથાકૂટ થઈ હોવાનું વીડિયોમાં સંભળાઈ રહ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પદ્મિનીબા વાળા અને તેમના પુત્ર એ તેમના પતિ ગિરિરાજસિંહને માર માર્યો હોવાની ચર્ચા થઈ રહ્યો છે.

fallbacks

ગીરીરાજસિંહ સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ રજા લીધા વગર જતા રહ્યા હોવાનું સૂત્ર તરફથી માહિતી મળી છે. વીડિયોમાં અભદ્ર ભાષામાં પદ્મિની બા અને તેમના પતિ બોલાચાલી કરતા જોવા મળે છે. 

મેલીવિદ્યાની પ્રેક્ટિસ કરવા માંગતી હતી દીકરી, ઘરમાં માતાના ટુકડે ટુકડા કર્યા અને પછી

રાજકોટમાં થયેલા ક્ષત્રિય આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવનાર મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા સાથે ઘણા વિવાદ જોડાયેલા છે. પરંતુ હાલ પદ્મિનીબા વાળા અને તેમના પુત્ર પર ગંભીર આક્ષેપ થયો છે. પતિ ગિરિરાજસિંહ પર પત્ની પદ્મિનીબા અને તેમના પુત્રે હુમલો કર્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. ત્યારબાદ ગિરિરાજ સિંહને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાની પણ માહિતી સામે આવી છે.

મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણી જાહેર, આ તારીખે થશે મતદાન, જાણો ક્યારે આવશે પરિણામ

ગિરિરાજસિંહને સિવિલ હોસ્પિટલ ખસેડાયા!
રાજકોટનાં રેલનગરમાં આવેલા રામેશ્વર પાર્કમાં ઘરમાં મોડી રાતે કોઈ બબાલ મામલે પદ્મિનીબા અને તેમના પુત્રે પતિ ગિરિરાજસિંહ પર પાઇપથી જીવલેણ હુમલો કર્યો હતો. આથી, તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે, આ મામલે હાલ કોઈ સચોટ માહિતી સામે આવી નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More