Home> Gujarat
Advertisement
Prev
Next

RAJKOT: મવડી રોડ પર અત્યંત વૈભવીગાડી કૂવામાં ખાબકતા એકનું મોત, બેનો ચમત્કારીક બચાવ

શહેરમાં આજે મવડી રોડ પરની એક ગાડી કૂવામાં ખાબકી હતી. જેમાં ગાડીના ડ્રાઇવરનું મોત થયું છે. જ્યારે કારમાં સવાર બે વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો છે. હાલ ફાયર બ્રિગેડના સ્ટાફ દ્વારા કારને કુવામાંથી બહાર કાઢી હતી. આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર મવડી રોડ નજીક એક ખુબ જ લક્ઝરી કાર કુવામાં ખાબકી હતી. જ્યાં ગાડીના ડ્રાઇવર અજય પીઠવાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. જ્યારે કારમાં બેઠેલા હિરેન સિદ્ધપુરાનું અને વિરલ સિદ્ધપુરાનો બચાવ થયો છે. 

RAJKOT: મવડી રોડ પર અત્યંત વૈભવીગાડી કૂવામાં ખાબકતા એકનું મોત, બેનો ચમત્કારીક બચાવ

રાજકોટ : શહેરમાં આજે મવડી રોડ પરની એક ગાડી કૂવામાં ખાબકી હતી. જેમાં ગાડીના ડ્રાઇવરનું મોત થયું છે. જ્યારે કારમાં સવાર બે વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો છે. હાલ ફાયર બ્રિગેડના સ્ટાફ દ્વારા કારને કુવામાંથી બહાર કાઢી હતી. આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર મવડી રોડ નજીક એક ખુબ જ લક્ઝરી કાર કુવામાં ખાબકી હતી. જ્યાં ગાડીના ડ્રાઇવર અજય પીઠવાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. જ્યારે કારમાં બેઠેલા હિરેન સિદ્ધપુરાનું અને વિરલ સિદ્ધપુરાનો બચાવ થયો છે. 

fallbacks

જેક્લીને આ શું કર્યું? રોડ છાપ ગુંડાને બનાવ્યો પોતાનો બોયફ્રેંડ જાણીને ચોંકી ઉઠશો

ઘટના અંગે માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડના સ્ટાફ દ્વારા ગાડીને ક્રેન વડે કુવામાંથી બહાર કાઢી હતી. નોંધનીય છે કે, આજથી 20 દિવસ પહેલા જ મોરબીમાં પણ આ પ્રકારની ઘટના બની હતી. જેમાં મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના કણકોટ ગામ નજીક કુવામાં ઇકો ગાડી ખાબકી હતી. જેના કારણે એક જ પરિવારની બે મહિલાઓ સહિત બે બાળકો કુલ મળીને ચાર વ્યક્તિનાં ઘટના સ્થળે મોત નિપજ્યાં હતા. આ ઘટનાને કારણે ભારે ચકચાર મચી ગઇ હતી. 

VIRAL VIDEO : આ વીડિયો જોઇને ઉચ્ચ અધિકારીઓથી માંડી સરકારી ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ આશ્ચર્યચકિત

જો કે આ ગાડીનો ચાલક અકસ્માત બાદ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. જેના પગલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઇકો ગાડીના ડ્રાયવર દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જો કે કુવામાં ગાડી કઇ રીતે ખાબકી તે સૌથી મોટો સવાલ છે. હાલ તો પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More