રક્ષિત પંડ્યા/રાજકોટઃ શહેરના આજી ડેમ સર્કલ ખાતે 8 જૂનના રોજ ઓવરબ્રીજ દીવાલ ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં બે નાગરિકોના મોત થયા હતા. આ સમગ્ર ઘટનાને લઈ રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા હતા. જિલ્લા કલેકટર દ્વારા મામલતદાર ને જવાબદારી સોંપી જેમાં રાજકોટ અને મોરબી ગવર્મેન્ટ કોલેજના પ્રોફેસરોને સાથે રાખી એક ટિમ બનાવી છે એ ઉપરાંત સુરતની SVNITની ટીમ રાજકોટ આવી તપાસમાં જોડાઇ છે. SVNITની ટીમ આવ્યા બાદ આજે સવારે રાજકોટ શહેર મામલતદાર ટીમ અને SVNIT ટીમ સયુંકતમાં સ્થળ મુલાકાત કરી અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે.
જેમાં બ્રીજ ધરાશાયી થયો તેનું જવાબદાર કોણ? 2008માં બ્રીજ બન્યો ત્યારથી અત્યાર સુધીમાં કેટલી વખત મેઈનટેનન્સ કરવામાં આવ્યું? શા કારણે બ્રીજની દીવાલ ધરાશાયી થઇ? આ તમામ દિશામાં તપાસ કરવામાં આવશે અને આગામી 15 દિવસમાં તપાસ કરી રિપોર્ટ તૈયાર કરી સરકારમાં મોકલવામાં આવશે.. ઉલ્લેખનિય છે કે ઓવરબ્રિજની દીવાલ ઉંદરોના કારણે ધરાસાઇ ન થઇ હોવાનું મોટું નિવેદન SVNITના ડિરેકટર એસ.આર.ગાંધી એ આપ્યું હતું જ્યારે બનાવના દિવસે બ્રીજ બનાવનાર WGEL કંપનીના પ્રોજેકટ મેનેજર અજય ઠાકુરએ ઉંદરોના કારણે દીવાલ ધરાસાઈ થયાનું નિવેદન આપ્યું હતું.
ગત 8 જૂન ના રોજ સવારના 11 વાગ્યા આસપાસ ઓવરબ્રીજની સપોર્ટ દીવાલ ધરાશાયી થઇ હતી જેમાં 2 વાહન ચલાકોના મોત નિપજ્યા હતા જે સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા જેમાં માત્ર 5 સેકન્ડમાં દીવાલ ધરાશાયી થતા 2 વાહન ચાલકોના મોત થયા હતા. ઘટનાની ગંભીરતા પગલે રાજ્ય સરકારે જિલ્લા કલેકટર ને તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે