Home> Gujarat
Advertisement
Prev
Next

10 લાખ આપ નહીં તો દારૂના કેસમાં ફીટ કરી દઈશ, PSIથી કંટાળી પાટીદાર યુવાનનો આપઘાત

Rajkot Police : પોલીસના ત્રાસથી રાજકોટના યુવાને જિંદગી ટૂંકાવી. આપઘાત પહેલાં વીડિયોમાં કહ્યું, વિરમગામના પોલીસવાળા પટેલ સાહેબને સેટિંગના 3 લાખ આપ્યા તોપણ માગ-માગ કરતા

10 લાખ આપ નહીં તો દારૂના કેસમાં ફીટ કરી દઈશ, PSIથી કંટાળી પાટીદાર યુવાનનો આપઘાત

Rajkot News : ખરેખર ગુજરાતની પોલીસ હવે રક્ષકને બદલે ભક્ષક બની રહી છે. ગુજરાત પોલીસ છે કે ખંડણીખોરો હવે આમ સવાલ બની ગયો છે. પૈસા માગવાના અનેક કેસો સામે આવ્યા છે. હર્ષ સંઘવી ભલે દાવાઓ કરે પણ પોલીસતંત્રના કેટલાક અધિકારીઓ પોલીસની આબરૂના ધજાગરા ઉડાવી રહ્યાં છે. હજુ જૂનાગઢના એક પીએસઆઈના કરતૂતો સામે નોંધાયેલી ફરિયાદમાં કાર્યવાહી પણ થઈ નથી પણ દારૂના કેસમાં ફીટ કરવાની ધમકી આપી રૂા. ૧૦ લાખની માંગણી કરવાનો એક કેસ સામે આવ્યો છે. જેમાં મરનાર પાટીદાર યુવાને મરતાં પહેલાં એક વીડિયો બનાવ્યો છે. જેમાં એક પીએસઆઈની પોલ ખોલી છે. એ કહે છે કે 3 લાખ રૂપિયા તો આપી ચૂક્યો છું પણ હવે પીએસઆઈ 10 લાખ રૂપિયા માગે છે. પીએસઆઈના ત્રાસથી એક પાટીદાર યુવાને ગળાફાંસો ખાઈ લેતાં આખરે તેમની પત્નીએ ફરિયાદ નોંધાવી છે. લોધિકા પોલીસે આખરે પીએસઆઈ પટેલ સામે આપઘાતની ફરજ પાડવાની કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ આગળ ધપાવી છે.

fallbacks

પીએસઆઈના ત્રાસથી આપઘાત 

ગુજરાતમાં પોલીસ હવે હદ વટાવી રહી છે. રાજકોટના મવડી વિસ્તારમાં કણકોટ રોડ પર ક્રિસ્ટલ હેવન ડી- ૧૨૦૩માં રહેતાં દિપકભાઈ હરજીવનભાઈ પ્રાગધરીયા (ઉ.વ.૪૩) સુથારી કામ કરતા હતા. જેઓએ એક પીએસઆઈના ત્રાસથી આપઘાત કરી લીધો છે. લોધિકાના ખાંભા ગામે આવેલા મોગલ માતાજીના મંદિરમાં સ્થિત ઓસરીમાંથી તેમની ગળાફાંસો ખાધેલી લાશ મળી આવી હતી. આ પગલું ભરતા પહેલાં તેમણે પોતાના મોબાઈલમાં એક વીડિયો રેકોર્ડ કર્યો હતો. જેમાં તે એવું બોલતા સંભળાય છે કે આજથી ચારેક માસ પહેલાં તેણે રાજસ્થાનના શખ્સ પાસેથી દારૂની એક પેટી લીધી હતી. જે શખ્સ ક્યાંક પકડાતા તેનું નામ આપ્યું હતું. તે વખતે વિરમગામ રૂરલના પીએસઆઈ હિતેન્દ્ર પટેલ સાહેબે તેની ઉપર ૮ પેટી દારૂનો કેસ કર્યો હતો. એટલું જ નહીં તેની પાસેથી રૂા.૩ લાખ લઈ જેલહવાલે કર્યો હતો.

પાટીલનો જીતનો હુંકાર : આંધળા-લંગડાનુ ગઠબંધન છે, બે ભેગા થઈને પણ ભાજપને નહિ હરાવી શકે

 

 

પતિએ ફોન ન ઉપાડતાં પત્નીને ફાળ પડી...

ગઈ તા.૧૪મીના રોજ કોઈકનો દારૂ પકડાતાં પીએસઆઈ પટેલે ખોટી રીતે તેનું નામ આપી રૂા. ૧૦ લાખની માગણી શરૂ કરી હતી. જેથી તેના ત્રાસથી આત્મહત્યા કરી રહ્યા છે. આજે સવારે દિપકભાઈની ગળાફાંસો ખાધેલી લાશ મળી આવતાં લોધિકા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી કરી હતી.

 ફરિયાદમાં અલ્પાબેને જણાવ્યું છે કે તેમને સંતાનમાં ૧૭ વર્ષનો પુત્ર છે. ગઈકાલે તે ભાઈ કેતન અને ભાભી સાથે ગામે પિયર ગઈ હતી. તે વખતે પતિએ ફોન કર્યો હતો કે શાંતિથી આવજે, ઉતાવળ કરતી નહી, હું બહાર જમી લઈશ. આ પછી રાત્રે ઘરે પહોંચ્યા ત્યારે પતિ હાજર ન હતા. તેમને ઘણા કોલ કર્યા હતા. પરંતુ કોલ રીસીવ કર્યા ન હતા. આજે સવારે સાતેક વાગ્યે ફરીથી કોલ કરતા રીસીવ કર્યો ન હતો. આ વખતે ટીવી યુનીટ પાસે ધ્યાન જતાં પતિનો બીજો મોબાઈલ પડયો હતો. જેમાં જોતાં પતિએ રાજકોટના પોલીસ કમિશનરને સંબોધીને બનાવેલો વીડીયો મળી આવ્યો હતો. જેમાં પીએસઆઈ પટેલના ત્રાસથી આત્મહત્યા કરી રહ્યાનું જણાવ્યું હતું.

અહેમદ પટેલના સંતાનોનું ચૂંટણી લડવાનું સપનું તૂટ્યું, મુમતાઝ-ફૈઝલ હવે શું કરશે?

જેઠે કર્યો મોટો ખુલાસો

આ વીડીયો જોઈ ગભરાઈ જતાં જેઠાણી લીનાબેનને કોલ કરી જણાવ્યું કે પતિ મોડી રાતથી ફોન ઉપાડતા નથી. આ પછી જેઠાણીના ઘરે ગયા હતા. મારા જેઠ યોગેશભાઈએ મને જણાવ્યું કે, આ વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ હિતેન્દ્ર પટેલ જેઓ ત્યાં ફરજ બજાવે છે. તેમજ વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ હિતેન્દ્ર પટેલએ મારા પતિ દીપકને દારૂના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી અવાર-નવાર પૈસાની માંગણી કરી મરી જવા મજબૂર કરતા તેમના ત્રાસથી કંટાળી મારા પતિએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. આ બાદ ભારે હોબાળો મચ્યો હતો. પરિવારે લાશ સ્વીકારવાનો પણ ઇન્કાર કર્યો હતો. મોડી સાંજે લોધિકા પોલીસે મૃતક દિપકભાઈના પત્ની અલ્પાબેનની ફરિયાદ પરથી પીએસઆઈ હિતેન્દ્ર પટેલ સામે આઈપીસી કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

26 માંથી આ 4 બેઠકો ભાજપને પરસેવો પડાવી શકે છે, કાચું કપાયું તો બેઠક ગઈ સમજો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More