રક્ષિત પંડ્યા/રાજકોટ :કોરોના વાયરસ (corona virus)ને પગલે લોકડાઉન વચ્ચે દવા લેવાના બહાને બહાર નીકળતા લોકોને અટકાવવા રાજકોટ પોલીસ (rajkot police) નો નવતર પ્રયોગ હાથ ધરાયો છે. દવા લેવા નીકળતા લોકોને અટકાવી પોલીસ દ્વારા પત્રિકા આપવામાં આવી રહી છે. આ પત્રિકામાં 5 જેટલી અલગ અલગ મેડિકલ સ્ટોરના નામ અને નંબર આપવામાં આવ્યા છે. જેથી રાજકોટવાસીઓ આ મેડિકલ સ્ટોરમાં ઓર્ડર કરી ઘર બેઠા દવા મેળવી શકશે. આ નિર્ણયથી દવાના બહાને બહાર નીકળતા લોકોને અટકાવી શકાશે. પોલોસે 5 જેટલી મુખ્ય મેડિકલ સ્ટોર ધારકો સાથે આ મામલે બેઠક કરીને આ નિર્ણય લીધો છે.
IMA દ્વારા સસ્તી પર્સનલ પ્રોટેક્શન ઈકયુપમેન્ટ કીટ અપાશે
રાજકોટમાં IMA દ્વારા પર્સનલ પ્રોટેક્શન ઈકયુપમેન્ટ કીટ તૈયાર કરવામાં આવી છે. ડોકટર તથા પેરામેડીકલ સ્ટાફને મદદરૂપ થાય એ માટે આવી કીટ તૈયાર કરવામાં આવી છે. IMA દ્વારા આ કીટ ‘નહિ નફો નહિ નુકશાન’ની કિંમત થી ગુજરાતમાં તમામ જગ્યાએ વિતરણ કરવામાં આવશે. બજારમાં આ કીટ 1500 થી 2000 રૂપિયામાં વેચાણ કરવામાં આવે છે, જે IMA દ્વારા 500 થી 600 રૂપિયા માં આપવામાં આવશે.
રાજકોટમાં આજે ગુરુવારે 68 શંકાસ્પદ વ્યક્તિના સેમ્પલ લેવામાં આવ્યા છે. રાજકોટ શહેરના 65 જિલ્લાના 2 અને અન્ય જિલ્લાના 1 વ્યક્તિના સેમ્પલ લેવામાં આવ્યા છે. કુલ 37 પુરુષ અને 31 મહિલાના સેમ્પલ લઇ લેબમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે. હાલ રાજકોટમાં કોરોનાના કુલ 11 પોઝિટિવ દર્દીઓ છે.
અમદાવાદ: કોટ વિસ્તારમાં ચેકપોઇન્ટ બન્યા શોભાના ગાંઠિયા સમાન, સ્ટાફ પહોંચ્યો પણ થર્મલગન ન આવી
જેતપુરમાં પાનના ગલ્લામાંથી તમાકુ-સિગરેટની ચોરી
લોકડાઉન વચ્ચે જેતપુરમાં ચોરીની ઘટના સામે આવી છે. જેતપુરના બળદેવ ધાર વિસ્તારમાં પાનના ગલ્લામાં ચોરીની ઘટના બની છે. જેમાં તમાકુ, સિગારેટનો જથ્થો ચોરી કરી શખ્સો ફરાર થયા છે. તસ્કરો LCD ટીવી પણ સાથે લઈ ગયા હતા. રાત્રિ દરમિયાન તસ્કરોએ પાનના ગલ્લાને નિશાન બનાવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે