Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટમાં આટલા રૂપિયામાં વેચાય છે નશીલું બ્રાઉન સુગર, રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

Rajkot Crime News : રાજકોટની રામાપીર ચોકડી નજીક SOG ટીમેં બ્રાઉન સુગર સાથે એક શખ્સને ઝડપ્યો. 62 ગ્રામથી વધુ બ્રાઉન સુગરનો જથ્થો જપ્ત કર્યો. સવા લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવાાં આવ્યો. કેતન ગઢવી નામના શખ્સની ધરપકડ. વધુ એક આરોપીનું નામ ખુલતા તેને પણ ઝડપી લેવાયો

રાજકોટમાં આટલા રૂપિયામાં વેચાય છે નશીલું બ્રાઉન સુગર, રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

Rajkot News ગૌરવ દવે/રાજકોટ : રાજકોટમાં ચાલતા નશાના કાળા કારોબરનો રાજકોટ પોલીસના સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપ દ્વારા પર્દાફાશ કર્યો છે. શહેરની રામપીર ચોકડી પાસેથી એક શખ્સને 62.72 ગ્રામ બ્રાઉન સુગર સાથે દબોચી લીધો હતો. 3.24 લાખના બ્રાઉન સુગર પોલીસે કબ્જે કરી તપાસ શરૂ કરી છે. જૂઓ કોણ છે નશાના કારોબારી અને શું ભાવે વેચતા બ્રાઉન સુગર અમારા આ રિપોર્ટમાં..

fallbacks
  • રાજકોટમાં વધતો નશાનો કાળો કારોબાર..
  • SOG પોલીસે 62.72 ગ્રામ બ્રાઉન સુગર કર્યું કબ્જે..
  • બ્રાઉન સુગરના તાર નેપાળ સુધી હોવાનો ખુલાસો..

રાજકોટ પોલીસના સકંજામાં કેતન અશોકદાન ગઢવી અને પુર્ણેશ શેરપાલ નામના આરોપીઓ આવ્યા છે. આ બન્ને શખ્સો પર રાજકોટમાં બ્રાઉન સુગર લઈ આવી વેચાણ કરવાનો આરોપ છે. સમગ્ર મામલા પર નજર કરીએ તો, રાજકોટ પોલીસના સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપને બાતમી મળી હતી કે, શહેરના 150 ફૂટ રિંગ રીડ પર આવેલી રામદેવપીર ચોકડી નજીક એક શખ્સ બ્રાઉન સુગર સાથે પસાર થવાનું છે. જે બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી હતી. એ દરમિયાન રામદેવપીર ચોકડીના પુલ નીચેથી રોડ ઉપરથી ડ્રાઇવિંગ કરતા કેતન અશોકદાન ગઢવી શંકાસ્પદ જણાતા પોલીસે તપાસી લીધી. જેમાં તેની પાસે થી 62.72 ગ્રામના બ્રાઉન સુગર મળી આવ્યું હતું. પોલીસે આરોપી કેતનની પૂછપરછ કરતા તેની સાથે તેનો ભાગીદાર પુર્ણેશ શેરપાલ હોવાનું ખુલ્યું હતું. પોલીસે રૂ. 3,13,600ના બ્રાઉન સુગર સાથે બન્ને શખ્સોની ધરપકડ કરી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં NDPS એકટની કલમ 8 (સી), 21(બી) મૂજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગુજરાત સરકાર આ યોજનામાં દીકરીઓને આપે છે 12 હજાર રૂપિયા, આ રીતે કરો અરજી

બ્રાઉન સુગર ક્યાંથી લાવ્યા અને કોને વેચતા ?
રાજકોટ પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી કેતન ગઢવી નેપાળની બોર્ડરથી બ્રાઉન સુગર નેપાળી શખ્સ પાસેથી રીસીવ કરી રાજકોટ લઈ આવતો હતો. અહીં તેનો નેપાળી ભાગીદાર પુર્ણેશ શેરપાલ બ્રાઉન સુગર નેપાળી શખ્સોને વેંચાતો હતો. રાજકોટમાં રહેતાં ફક્ત નેપાળી શખ્સોને જ માલ સપ્લાય કરતો હતો. આરોપી કેતન ગઢવી 13 મહિનાથી બ્રાઉન સુગરની ખેપ મારતો અને તેની આ 13મી ખેપ હતી. કેતન ગઢવી અને નેપાળી શખ્સ પૂર્ણેશ શેરપાલ બંને ભાગીદારીમાં ધંધો કરતાં જેમાં નેપાળથી બ્રાઉન સુગર કેતન લઈ આવતો અને અહીં નેપાળી શખ્સ વેંચાણ કરતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, નેપાળથી એક ગ્રામ બ્રાઉન સુગર રૂ.500 માં લઇ આવી રાજકોટમાં રૂ.1500 સુધીમાં વેચતા હતા

બ્રાઉન સુગરમાં ગાંજો, અફીણ, મેફેડ્રોનનું મિશ્રણ, એડિકટો માટે જીવલેણ
રાજકોટમાં બ્રાઉન સુગર મોટા ભાગના નેપાળી લોકો એડિકટ હોવાનું સામે આવ્યું છે. બ્રાઉન સુગરમાં લગભગ બધા માદક પદાર્થો જેવાં કે, ગાંજો, અફીણ, મેફેડ્રોનનું મિશ્રણ હોય છે.જેમના નશાથી એડિકટો પોતાના મગજથી અલગ થઈ જાય છે અને પોતે અલગ જ અનુભૂતિ કરે છે. એકવાર નશો થયાં બાદ લોકો તે નશાથી બાદ રહી શકતા નથી. જે નશો એડિકટો માટે જીવલેણ પણ બની શકે છે

આરોપી કેતન ગઢવી અગાઉ નેપાળની બસ ચલાવતો ત્યારે પેડલરોના કોન્સ્ટેકમાં આવી પોતે પણ પેડલર બની ગયો હતો. તેમાં રાજકોટ વર્ષોથી રહેતાં નેપાળી શખ્સે તેનો સંપર્ક નેપાળના પેડલર સાથે કરાવી બંને ભાગીદારીમાં ધંધો શરૂ કરી દિધો હતો. કેતન ગઢવી દર મહિને એક ટ્રીપ નેપાળની મારી બ્રાઉન સુગરનો જથ્થો લઈ આવતો હતો. ત્યારે નશાના કાળા કારોબારના તાર નેપાળ સુધી જોડાયેલા હોવાથી પોલીસે બ્રાઉન સુગરના નેટવર્કનો પર્દાફાશ કરવા કવાયત શરૂ કરી છે. પોલીસ તપાસમાં કેટલા નવા ખુલાસા થાય છે તે જોવું રહ્યું.

ભાજપના આ નેતાએ સ્વીકાર્યું કે, અપક્ષને કારણે વાવ પેટાચૂંટણીમાં અઘરું પડશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More