Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટ પોલીસનો અનોખો અભિગમ, ઓનલાઇન ફરિયાદ, વીડિયો કોલથી પુછપરછ

જે પ્રકારે કોરોનાનુ સંક્રમણ જે પ્રકારે વધી રહ્યું છે તે જોતા હવે સરકાર પોતાનાં તમામ વિભાગોમાં શક્ય તેટલું કામકાજ ઓનલાઇન થાય તેવો આગ્રહ રાખે છે. બજારમાં અથવા જાહેર સ્થળો પર કે ઓફિમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવાને પણખાસ મહત્વ આપવામાં આવે છે. રાજકોટમાં પણ કુદકેને ભુસકે જે પ્રકારે કેસ વધી રહ્યા છે તે જોતા રાજકોટ પોલીસે ફરિયાદ માટે એક નવતર પ્રયોગ આરંભ્યો છે.

રાજકોટ પોલીસનો અનોખો અભિગમ, ઓનલાઇન ફરિયાદ, વીડિયો કોલથી પુછપરછ

રાજકોટ : જે પ્રકારે કોરોનાનુ સંક્રમણ જે પ્રકારે વધી રહ્યું છે તે જોતા હવે સરકાર પોતાનાં તમામ વિભાગોમાં શક્ય તેટલું કામકાજ ઓનલાઇન થાય તેવો આગ્રહ રાખે છે. બજારમાં અથવા જાહેર સ્થળો પર કે ઓફિમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવાને પણખાસ મહત્વ આપવામાં આવે છે. રાજકોટમાં પણ કુદકેને ભુસકે જે પ્રકારે કેસ વધી રહ્યા છે તે જોતા રાજકોટ પોલીસે ફરિયાદ માટે એક નવતર પ્રયોગ આરંભ્યો છે.

fallbacks

સુરત: શાકભાજીની લારીઓ વાળા SMC સાથે બાખડ્યા, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા

રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે કે, શક્ય હોય ત્યાં સુધી ફરિયાદ કરવા માટે રૂબરૂ આવવાને બદલે ઓનલાઇન અરજી દાખલ કરવાનો આગ્રહ રાખો. અથવા તો સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની અરજી કે ફરિયાદ પોલીસને જણાવવી. પોલીસ યોગ્ય કાર્યવાહી કરશે અથવા તો તમારો સંપર્ક કરશે. 

fallbacks

અમદાવાદ : ઉંચી બ્રાન્ડનો દારૂ હોમ ડિલિવરી કરતો આધુનિક બુટલેગર ઝડપાયો

રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા શહેરનાં તમામ પોલીસ સ્ટેશનનાં ફોન નંબર અને મેઇલ આઇડી જાહેર કરવામાં આવ્યા છે. લોકોને અપીલ કરવામાં આવી છે કે, પોતાની ફરિયાદ અરજી ફોનથી અથવા તો મેઇલ દ્વારા મોકલી આપવી. આ ઉપરાંત ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ સહિતનાં એકાઉન્ટ પણ જાહેર કરવામાં આવ્યા છે. જરૂર જણાય તો પોલીસ દ્વારા અરજદારની પુછપરછ વિડિયો કોલિંગ દ્વારા કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More