રાજકોટઃ રાજકોટ શહેર કાલાવડ રોડ પર મારામારીનો વીડિયો વાયરલ થયો છે. બે યુવતીઓ વચ્ચે રસ્તા વચ્ચે મારામારી થઈ છે. સોશિયલ મીડિયામાં પણ બે યુવતીઓના ઝગડાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. રાજકોટના કાલાવડ રોડ પર પોલીસ સ્ટેશનની બહાર બે યુવતીઓ વચ્ચે મારામારી કરી પોલીસને ગાળો આપવાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં બે યુવતીઓ એકબીજાને લાતો મારી રહી હોવાનું જોવા મળી રહ્યું છે.
ઘટનાની વિગત પ્રમાણે રાજકોટના કાલાવડ રોડ પર તાલુકા પોલીસ સ્ટેશનની બહાર બે યુવતીઓ વચ્ચે મારામારી થઈ અને બંને એકબીજાને ગાળો આપી રહી હતી. એક યુવતીએ અન્ય યુવતીના વાળ પકડી રોડ પર પછાડી દીધી હતી. આ દ્રશ્યો જોવા રસ્તા પર લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. એક યુવતી તો રસ્તા વચ્ચે પોલીસને પણ ગાળો આપી રહી હતી.
રંગીલા રાજકોટની રાત ની રાણી ☺️ આ છે સૌરાષ્ટ્ર નું પાણી હો .. @gujju__tweets @Funny__Doctor @Zee24Kalak @Zee24Kalak @CP_RajkotCity @CollectorRjt @smartcityrajkot @GujaratPolice @Patiala__Peg @ pic.twitter.com/VubyPwhyCd
— Uday Ranjan (@UdayRanjan9) August 17, 2021
હાલ તો યુવતીઓની મારામારીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. હજુ આ ઘટનામાં કોઈ પોલીસ ફરિયાદ નોંધાય નથી. તો લોકો જાહેરમાં મારામારી કરી ગાળો બોલનાર યુવતી સામે કાયદેસર કાર્યવાહીની માંગ કરી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે