Home> Gujarat
Advertisement
Prev
Next

RAJKOT: 14 શંકાસ્પદ વાહનો સાથે ભંગારના ધંધાર્થીને ઝડપ્યો, અગાઉ 65 વાહનો ભાંગ્યા હતા

શહેરમાં એક ભંગારના ડેલામાં શંકાસ્પદ વાહનો હોવાની બાતમીના આધારે ક્રાઇમબ્રાંચે તપાસ કરતા અલગ અલગ 14 ટુ વ્હીલર મળી આવ્યા હતા. આ વાહનો માલિકોની મંજુરીથી ભંગાવા આવ્યા છે કે કેમ તે અંગે વેપારી કોઇ સ્પષ્ટતા આપી શક્યો નહોતો. જેના કારણે પોલીસ દ્વારા આ તમામ વાહનોને શંકાસ્પદ ગણીને કબ્જે લેવામાં આવ્યાં છે. 

RAJKOT: 14 શંકાસ્પદ વાહનો સાથે ભંગારના ધંધાર્થીને ઝડપ્યો, અગાઉ 65 વાહનો ભાંગ્યા હતા

રાજકોટ : શહેરમાં એક ભંગારના ડેલામાં શંકાસ્પદ વાહનો હોવાની બાતમીના આધારે ક્રાઇમબ્રાંચે તપાસ કરતા અલગ અલગ 14 ટુ વ્હીલર મળી આવ્યા હતા. આ વાહનો માલિકોની મંજુરીથી ભંગાવા આવ્યા છે કે કેમ તે અંગે વેપારી કોઇ સ્પષ્ટતા આપી શક્યો નહોતો. જેના કારણે પોલીસ દ્વારા આ તમામ વાહનોને શંકાસ્પદ ગણીને કબ્જે લેવામાં આવ્યાં છે. 

fallbacks

રાજકોટના મોચી બજાર શિતલપાર્ક પાસે ભંગારના ડેલામાં શંકાસ્પદ વાહનો હોવાની બાતમીના આધારે ક્રાઇમબ્રાંચ દ્વારા તપાસ કરીને શંકાસ્પદ લાગતા 14 વાહનો કબ્જે લીધા હતા. જે પૈકી કેટલાક વાહનોની RC બુક છે જ્યારે કેટલાક વાહનોનાં બેંક લેટર છે. હાલ તો પોલીસે શાહિદ કાદરભાઇ ચુડેસરાને પોલીસે જણાવ્યું કે, આ વાહન માલિકોની મંજુરીથી ભંગાવા આવ્યા કે કેમ તે અંગે હજી સુધી કોઇ સ્પષ્ટતા મળી નથી. 

અન્ય 65 વાહનોની આરસી બુક પણ શાહિદ પાસેથી મળી હતી. આ વાહનો તેણે અગાઉ ભાંગી પડી હતી. પોલીસના અનુસાર શાહિદે આ વાહનોને સ્ક્રેપ તરીકે ભાંગવા માટે ખરીદ્યા હોય તો તેની પાસે આરટીઓ કચેરી તરફથી વાહનના રજીસ્ટ્રેશન કેન્સલ કર્યા છે તેવો લેટર હોવો જોઇએ. આવા કોઇ લેટર મળ્યાં નથી. જેથી વાહન ચાલકોને બોલાવી વધારે તપાસ કરાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More