Home> Gujarat
Advertisement
Prev
Next

RAJKOT : એક જ ધડાકે આખો પટેલ પરિવાર વિખાઇ ગયો, 2 બાળકોનો ચમત્કારીક બચાવ

સુરતથી લગ્ન પ્રસંગે બગસરાના મુનજીયારસ ખાતે જઇ રહેલા પટેલ પરિવાર અચાનક વિંખાઇ ગયો હતો. રાજકોટ-બગસરા રોડ પર આ અકસ્માત સર્જાવાને કારણે અકસ્માત સર્જાયો હતો. રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે પર ગાડીનું આગળનું ટાયર ફાટવાને કારણે કાર ચાલકે કાબુ ગુમાવતા રોડની સામેની સાઇડ આવતી એસટી બસ સાથે અથડાઇ હતી. અકસ્માતમાં 2 પુરૂષો અને 3 મહિલાઓ સહિત 5 લોકોનાં મોત નિપજ્યાં હતા. જે પૈકી 2 લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. 

RAJKOT : એક જ ધડાકે આખો પટેલ પરિવાર વિખાઇ ગયો, 2 બાળકોનો ચમત્કારીક બચાવ

રાજકોટ : સુરતથી લગ્ન પ્રસંગે બગસરાના મુનજીયારસ ખાતે જઇ રહેલા પટેલ પરિવાર અચાનક વિંખાઇ ગયો હતો. રાજકોટ-બગસરા રોડ પર આ અકસ્માત સર્જાવાને કારણે અકસ્માત સર્જાયો હતો. રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે પર ગાડીનું આગળનું ટાયર ફાટવાને કારણે કાર ચાલકે કાબુ ગુમાવતા રોડની સામેની સાઇડ આવતી એસટી બસ સાથે અથડાઇ હતી. અકસ્માતમાં 2 પુરૂષો અને 3 મહિલાઓ સહિત 5 લોકોનાં મોત નિપજ્યાં હતા. જે પૈકી 2 લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. 

fallbacks

દાહોદ જિલ્લામાં ભાજપના વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ ફોટાઓ પીરસાયા, ગ્રુપના તમામ સભ્યો ધડાધડ લેફ્ટ

અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટના અંગે માહિતી મળતા જ તાલુકા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. અકસ્માતમાં 1 નાની છોકરી જેની આશરે ઉંમર 7 વર્ષ છે જ્યારે 1 નાનો છોકરો કે જેનો અંદાજ 11 વર્ષ અંદાજે ઉંમર છે. બંન્નેની હાલત હાલ ગંભીર છે. બંન્ને બાળકોને હાલ તો રાજકોટ હોસ્પિટલ ખાતે રિફર કરી દેવામાં આવ્યા છે. જો કે પરિવારનાં અન્ય પાંચ લોકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં છે. જેના પગલે પરિવાર એક જ ધડાકે વિખેરાઇ ગયો છે. 

GPSCની પરીક્ષાઓની તારીખમાં મોટો ફેરફાર, ગ્રામ પંચાયતોની ચૂંટણીના કારણે નિર્ણય લેવાયો

અકસ્માતના પગલે હાઇવે પર લાંબો ટ્રાફીકજામ પણ સર્જાયો હતો. જો કે પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફીક ક્લિયર કરાવ્યો હતો. આ ઉપરાંત ગાડીમાંથી મૃતદેહોને બહાર કાઢ્યા હતા અને તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ગોંડલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જ્યારે બંન્ને બાળકોને પ્રાથમિક સારવાર ગોંડલ ખાતે અપાવ્યા બાદ બંન્ને બાળકોને રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં માત્ર 2 બાળકોનો જ બચાવ થયો છે. તેની હાલત પણ હાલ ગંભીર છે. જ્યારે 2 પુરૂષ અને 3 મહિલાના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More