Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટની ગરિમા લજવતા બે કિસ્સા, ચાલુ ક્લાસ વિદ્યાર્થી-વિદ્યાર્થીનનું આલિંગન, અને બીજો તો ખતરનાક છે...

રાજકોટમાં આજે રવિવારે બે કિસ્સા એવા સામે આવ્યા છે, જેને સાંભળીને રાજકોટવાસીઓનું લોહી ઉકળી જાય. રાજકોટની ગરિમા લજવતા બે કિસ્સા બન્યા છે. જેમાં એક કિસ્સામાં ખાગની કોલેજના ક્લાસરૂમમાં વિદ્યાર્થી વિદ્યાર્થીની વચ્ચે થઈ રહેલા આલિંગનનો છે. જેનાથી ચકચાર મચી ગઈ છે. તો બીજી તરફ, રાજકોટમાં એક યુવકે હવામાં ફાયરિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. 

રાજકોટની ગરિમા લજવતા બે કિસ્સા, ચાલુ ક્લાસ વિદ્યાર્થી-વિદ્યાર્થીનનું આલિંગન, અને બીજો તો ખતરનાક છે...

ગૌરવ દવે/રાજકોટ :રાજકોટમાં આજે રવિવારે બે કિસ્સા એવા સામે આવ્યા છે, જેને સાંભળીને રાજકોટવાસીઓનું લોહી ઉકળી જાય. રાજકોટની ગરિમા લજવતા બે કિસ્સા બન્યા છે. જેમાં એક કિસ્સામાં ખાગની કોલેજના ક્લાસરૂમમાં વિદ્યાર્થી વિદ્યાર્થીની વચ્ચે થઈ રહેલા આલિંગનનો છે. જેનાથી ચકચાર મચી ગઈ છે. તો બીજી તરફ, રાજકોટમાં એક યુવકે હવામાં ફાયરિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. 

fallbacks

કિસ્સો-1
હાથમાં હથિયાર લઈને વીડિયો અને તસવીરો લેવાનો શોખ યુવકોમાં જાગ્યો છે. ત્યારે રાજકોટ યુવકનો હવામાં ફાયરિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પોલીસનો ખૌફ ભૂલાઈ જઈ રહ્યો હોય તેમ અવારનવાર ફાયરિંગના વીડિયો સામે આવી રહ્યા છે. યુવકે ફાયરિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યોં છે. ‘એકલો પણ એકડો’ નામના ગીત પર યુવકે વીડિયો બનાવી હવામાં ફાયરીંગ કર્યું. ધોળા દિવસે જાહેર રસ્તા પર આ રીતે વીડિયો બનાવાયો છે. જે રાજકોટ પોલીસ માટે પણ ચેતવણીરૂપ છે. 

fallbacks

કિસ્સો-2
બીજો કિસ્સો રાજકોટની મોરબી રોડ પર આવેલી એક ખાનગી કોલેજનો છે. જ્યાં ક્લાસરૂમમાં ચાલુ ક્લાસમાં એક વિદ્યાર્થિની અને એક યુવક વચ્ચે આલિંગન થયુ હતું. ગજબની વાત એ છે કે, જ્યારે તેઓ ભેટતા હતા ત્યારે ક્લાસમાં અન્ય વિદ્યાર્થીઓ પણ હાજર હતા. ક્લાસરૂમની બહારથી કોઇ વિદ્યાર્થીએ આ સમગ્ર કરતૂતનું રેકોર્ડિંગ કરી લીધું હતું અને તેનો વીડિયો ફરતો કર્યો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More