Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં દરેક પક્ષો પોતાના ઉમેદવારો જાહેર કરવામાં પડ્યું છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી માટે રાજકોટ પશ્ચિમ બેઠક માથાનો દુખાવો બની રહી છે. પશ્વિમ બેઠકમાં વજુભાઇ વાળાની એન્ટ્રીથી રાજકારણ ગરમાયું છે. રાજકોટ પશ્ચિમ બેઠક ભાજપ માટે લકી માનવામાં આવે છે, જેથી આ બેઠક પર અનેક ઉમેદવારો ઉભા થયા છે. રાજકોટ-પશ્વિમ બેઠક પર ભાજપમાં જબરજસ્ત ખેંચતાણ વચ્ચે વજુભાઈ વાળા પોતે મેદાનમાં આવ્યા છે.
મહત્વનું છે કે, વિજય રૂપાણીએ તેના બદલે નિતીન ભારદ્રાજને ટિકિટ મળે તે પક્ષમાં હોવાનું જાણવા મળે છે. આ તરફ આ સીટ પર શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી લોબીંગ કરી રહ્યા છે. આ ઉપરાંત આ સીટ પર ડેપ્યુટી મેયર ડો.દર્શિતા શાહ, કશ્યપ શુક્લ, એડવોકેટ અનિલ દેસાઇએ દાવેદારી કરી હતી. તો આ બેઠક પર કડવા પાટીદાર સમાજે પણ પોતાની માંગણી મૂકી છે.
રાજકોટ-પશ્વિમ બેઠક પર ભાજપમાં આંતરિક ખેંચતાણ વચ્ચે વજુભાઈ વાળાએ એક નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, તેજસ ભટ્ટી ભાજપના કાર્યકર, વિજય રૂપાણીને ટિકિટ મળશે તો તેમને પણ જિતાડીશું. વજુભાઈ વાળા પાર્લામેન્ટ્રી બોર્ડ સુધી રજૂઆત કરવા પહોંચ્યા. જ્યાં વજુભાઈએ જણાવ્યું કે, દાવેદારો હોય પણ નામ નક્કી પાર્લામેન્ટ્રી બોર્ડ કરે છે. દરેક જ્ઞાતિના લોકોને ટિકિટ આપવી શક્ય નથી. પાર્ટી જેને ટિકિટ આપશે તેને જીતાડવાનો પ્રયાસ કરીશું. પરંતુ તેજસ ભટ્ટી પાર્ટીના કાર્યકર્તા છે.
તેમણે વઘુમાં ઉમેર્યું હતું કે, દરેક કાર્યકરોને ઈચ્છા હોય છે કે હું લડીશ તો જીતી જઈશ. આથી દરેક લોકો ટિકિટ માંગતા હોય છે. આવી ખેંચતાણ ચાલ્યા કરે. જે કોઈ આવે તેમણે પાર્ટીમાં લેવા કે નહીં તે ગુજરાત રાજ્યનું બોર્ડ નક્કી કરે છે. તેમાં લેવાના હોય તેઓને લે છે. જો ભાઈ કોંગ્રેસમાંથી જે આવ્યા હોય તે પણ કાર્યકર્તાઓ છે. તેઓ પણ પાર્ટીના સભ્ય છે તેઓ પણ કાર્યકર્તા છે.
રાજકોટ પશ્ચિમ ભાજપ માટે કેમ ખાસ?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે