Home> Rajkot
Advertisement
Prev
Next

ક્ષત્રિય સમાજની નારાજગી ઝેલી રહેલા પરષોત્તમ રૂપાલા માટે આવ્યા મોટી રાહતના સમાચાર, આ મામલે મળી ક્લિનચીટ

આ ક્લિનચીટ બાદ હવે રૂપાલા અને તેમના સમર્થકોએ રાહતના શ્વાસ લીધા હશે. જો કે આ બધા વચ્ચે પણ રૂપાલા માટે મુશ્કેલીઓ ઓછી થઈ નથી કારણ કે ક્ષત્રિય સમાજ પોતાની માંગણી પર અડીખમ છે. અને હવે તો વાત જૌહર સુધી પણ પહોંચી ગઈ છે. 

ક્ષત્રિય સમાજની નારાજગી ઝેલી રહેલા પરષોત્તમ રૂપાલા માટે આવ્યા મોટી રાહતના સમાચાર, આ મામલે મળી ક્લિનચીટ

રાજકોટ બેઠકથી લોકસભા ચૂંટણી માટેના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા હાલ ક્ષત્રિયોની નારાજગી ઝેલી રહ્યા છે. ક્ષત્રિય સમાજ તેમની સામે પડ્યો છે અને તેમની ટિકિટ કાપવાની માંગણી ઉગ્ર બની છે. આ બધા વચ્ચે પરષોત્તમ રૂપાલા વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. 

fallbacks

પરષોત્તમ રૂપાલાને આચાર સંહિતા ભંગની ફરિયાદમાં ક્લિનચીટ મળી છે. એક કાર્યક્રમમાં સમાજ સામે નિવેદન બદલ ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ બાદ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આ મામલે તપાસ ચાલુ કરવામાં આવી હતી. જેનો રિપોર્ટ સામે આવ્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારીના રિપોર્ટમાં તેમને ક્લિનચીટ મળી છે. આ ક્લિનચીટ બાદ હવે રૂપાલા અને તેમના સમર્થકોએ રાહતના શ્વાસ લીધા હશે.

જો કે આ બધા વચ્ચે પણ રૂપાલા માટે મુશ્કેલીઓ ઓછી થઈ નથી. રૂપાલાના અંગ્રેજો સાથે રાજપૂતોના રોટીબેટીના વ્યવહારોવાળા નિવેદનના પગલે ક્ષત્રિય સમાજ લાલઘૂમ છે અને બક્ષવાના મૂડમાં નથી. ક્ષત્રિય સમાજ પોતાની માંગણી પર અડીખમ છે. અને હવે તો વાત જૌહર સુધી પણ પહોંચી ગઈ છે. 

ક્ષત્રાણીઓનો ગુસ્સો આસમાને
રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ પોતાના આ નિવેદન બદલ માફી પણ માંગી પરંતુ આમ છતાં ક્ષત્રિય સમાજનો રોષ યથાવત છે. બીજી બાજુ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પણ ક્ષત્રિયોને વિનંતી કરીને કહ્યું હતું કે ક્ષત્રિય સમાજે મોટું મન રાખીને રૂપાલાને માફ કરી દેવા જોઈએ. પરંતુ આમ છતાં ક્ષત્રિયોનો ગુસ્સો ઠંડો પડ્યો નથી. હવે આ સમગ્ર મામલે ગુજરાતના કરણી સેના અધ્યક્ષ રાજ શેખાવતે મંગળવારે મોટું નિવેદન આપતા કહ્યું કે અમારી માંગણી છે કે પરષોત્તમ રૂપાલાને બદલવામાં આવે. આ સાથે અલ્ટીમેટમ આપતા એમ પણ કહ્યું કે જો 48 કલાકમાં રૂપાલાને બદલવામાં નહીં આવે તો ક્ષત્રિય સમાજની મહિલાઓ કમલમ ખાતે જૌહર કરશે. એટલું જ નહીં કરણી સેનાના મહિલા પાંખના અધ્યક્ષ અને કાર્યકરી અધ્યક્ષે પણ જૌહર કરવાની વાત કરી છે. 

મોદી સરકારના મંત્રી સામે ક્ષત્રાણીઓમાં ભારે રોષ, જૌહર સુધી પહોંચી ગઈ વાત

અત્રે જણાવવાનું કે પરષોત્તમ રૂપાલાના જે નિવેદન પર વિવાદ ઊભો થયો છે તેમાં અંગ્રેજો સાથે રાજપૂતોના રોટીબેટીના વ્યવહારને લઈને ઉલ્લેખ થયો હતો જેના કારણે ક્ષત્રિય સમાજ ખુબ કાળઝાળ જોવા મળી રહ્યો છે. પહેલીવાર એવું પણ જોવા મળી રહ્યું છે કે કોઈ મુદ્દાને લઈને ક્ષત્રાણીઓ આટલી આક્રમક તેવરમાં જોવા મળી રહી છે. એમા પણ પોલીસ દ્વારા મહિલાઓ સાથે જે વ્યવહાર  કરાયો તેણે તો જાણે આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. 

'માથું કાપીને  બલિદાન આપીશ'
આ ઉપરાંત જામનગર ક્ષત્રિય સમાજના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અસ્મિતાબા પરમારે પણ રૂપાલાના નિવેદન પર ગુસ્સો વ્યક્ત કર્યો અને કહ્યું કે રૂપાલાની ટિકિટ કાપવામાં નહીં આવે તો રૂપાલાના ઘર સાથે જ બળીને ભસ્મ થઈ જઈશ. માથું કાપીને બલિદાન આપીશ. અત્રે જણાવવાનું કે પરષોત્તમ રૂપાલા સામે જે રીતે વિરોધ થઈ રહ્યો છે તે ભાજપ માટે તો માથાનો દુ:ખાવો સાબિત થઈ રહ્યો હોય તેવું લાગે છે. ભાજપના ગઢ એવા ગુજરાતમાં ક્ષત્રિય સમાજ રૂપાલાને સામે પડ્યો છે અને ઉમેદવાર બદલવાથી ઓછું કઈ જ નહીં તેના પર મક્કમ થઈ બેઠો છે. જેમાં મહિલાઓ પણ લડત ચલાવતી જોવા મળી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More