Home> Gujarat
Advertisement
Prev
Next

કોરોના: રાજકોટનો પરિવાર ન્યૂઝીલેન્ડમાં ફસાયો, સરકાર પાસે માંગી મદદ

જીવલેણ કોરોના વાયરસે હાલ આખી દુનિયામાં પ્રકોપ ફેલાવ્યો છે. રાજકોટનો એક પરિવાર ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ ફરવા ગયો હતો જે હાલ કોરોનાના કારણે થયેલા લોકડાઉનથી ન્યૂઝીલેન્ડમાં જ ફસાઈ ગયો છે. પરિવારે ભારત સરકાર પાસે મદદ માંગી છે. ન્યૂઝીલેન્ડના નાગરિકોને દિલ્હીથી ન્યૂઝીલેન્ડ મોકલી આપવાની વ્યવસ્થા કરવામાં આવે છે તે જ વિમાન મારફતે તેઓને પણ ભારત પરત લાવવામાં આવે તેવી માગણી કરાઈ છે. 

કોરોના: રાજકોટનો પરિવાર ન્યૂઝીલેન્ડમાં ફસાયો, સરકાર પાસે માંગી મદદ

રક્ષિત પંડ્યા, રાજકોટ: જીવલેણ કોરોના વાયરસે હાલ આખી દુનિયામાં પ્રકોપ ફેલાવ્યો છે. રાજકોટનો એક પરિવાર ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ ફરવા ગયો હતો જે હાલ કોરોનાના કારણે થયેલા લોકડાઉનથી ન્યૂઝીલેન્ડમાં જ ફસાઈ ગયો છે. પરિવારે ભારત સરકાર પાસે મદદ માંગી છે. ન્યૂઝીલેન્ડના નાગરિકોને દિલ્હીથી ન્યૂઝીલેન્ડ મોકલી આપવાની વ્યવસ્થા કરવામાં આવે છે તે જ વિમાન મારફતે તેઓને પણ ભારત પરત લાવવામાં આવે તેવી માગણી કરાઈ છે. 

fallbacks

મળતી માહિતી મુજબ ફરવા ગયેલા દિલિપભાઈ માણેક ડાયાબિટિસના દર્દી છે. હાલ તેઓને ખુબ મુશ્કેલી પડી રહી છે. ડાયાબિટિસની દવા ઈન્જેક્શન 500 ડોલર લઈને આપવામાં આવ્યાં. રહેવા માટે પ્રતિદિન એકોમોડેશન ચાર્જ 200 ડોલર લેવામાં આવે છે. 

જુઓ LIVE TV

પરિવારના 3 સભ્યો અને ટુર ગાઈડ સહિત 4 લોકો ભારત પરત આવવા માટે સરકાર પાસે મદદ માંગી રહ્યાં છે. અત્રે જણાવવાનું કે રાજકોટનો આ પરિવાર 20 માર્ચથી ન્યૂઝીલેન્ડમાં ફસાયેલો છે.

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More