Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટની ઈમ્પીરિયલ પેલેસ હોટલ ફરી વિવાદમાં, જુગાર રમતા 10 લોકોની ધરપકડ

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે શહેરના યાજ્ઞિક રોડ પર આવેલી ઈમ્પીરિયલ પેલેસ હોટલમાં દરોડા પાડ્યા હતા. ત્યારે હોટલના રૂમ નંબર 605માં 10 જેટલા લોકો જુગાર રમતા ઝડપાયા હતા.

રાજકોટની ઈમ્પીરિયલ પેલેસ હોટલ ફરી વિવાદમાં, જુગાર રમતા 10 લોકોની ધરપકડ

રાજકોટઃ રાજકોટ શહેરની સૌથી મોટી હોટલ ઈમ્પીરિયલ પેલેસ ફરી વિવાદોમાં આવી છે. આજે આ હોટલમાંથી જુગાર ધામ ઝડપાયું છે. પોલીસે અહીં દરોડા પાડીને રૂમ નંબર-605માં જુગાર રમતા 10 લોકો ઝડપાયા છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા આ હોટલમાં નગ્ન ડાન્સનો એક વીડિયો વાયરલ થયો હતો. 

fallbacks

રૂમ બુક કરાવી અંદર રમતા હતા જુગાર
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે શહેરના યાજ્ઞિક રોડ પર આવેલી ઈમ્પીરિયલ પેલેસ હોટલમાં દરોડા પાડ્યા હતા. ત્યારે હોટલના રૂમ નંબર 605માં 10 જેટલા લોકો જુગાર રમતા ઝડપાયા હતા. હોટલના છઠ્ઠા માળે રૂમ નંબર-605 રૂપિયા 15 હજાર આપીને બુક કરાવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડા પાડીને 10 લાખ રૂપિયા રોકડા કબજે કર્યા છે. આ સાથે કારો અને 10 જેટલા મોબાઇલ ફોન જપ્ત કર્યા છે. 

આ પણ વાંચોઃ Surat: ગૃહ રાજ્યમંત્રીના ઘરની સામે આવેલા સેલ્ફી પોઈન્ટ પર છત્રીની ચોરી

પ્રાપ્ત વિગત અનુસાર હોટલ ઈમ્પીરિયલ પેલેસમાં છઠ્ઠા માળે લોકો જુગાર રમી રહ્યાં છે તેવી બાતમી મળતા શહેર ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન 10 લોકો ઝડપાયા હતા. પ્રાથમિક તપાસમાં મોરબીના રાતૈયા ગામના નરેન્દ્રસિંહ ભાવુભા જાડેજા મુખ્ય સંચાલક હોવાનું સામે આવ્યું છે. 

ઝડપાયેલા આરોપીના નામ
1. નરેન્દ્રસિંહ જાડેજા
2. અરવિંદ ફળદુ
3. રાજુ મહેતા
4. કમલેશ પોપટ
5. ભરત દલસાણીયા
6. પ્રદિપ ચાવડા
7. મનીષ સોની
8. કરણ પરમાર
9.વિપુલ પટેલ
10. રસિક ભાલોડીયા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More