ઝી બ્યુરો/રાજકોટ: રાજકોટની PDM રેલ્વે ફાટક તારીખ 9 થી 11 ડિસેમ્બર સુધી બંધ રહેશે. PDM રેલ્વે ફાટક પાસે રેલ્વે ટ્રેક પર ડામરના સ્થાને રબર પ્લેટ નાખવાની હોવાથી આ ફાટક ત્રણ દિવસ માટે બંધ રાખવામાં આવશે જેને લીધે દરરોજ અહીંથી પસાર થતાં 16,611 જેટલા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડશે. એટ્લે કે 3 દિવસમાં 49,833 વાહન ચાલકોને પરેશાની થશે. જોકે તેના પછી આવતી અટિકા ફાટક ચાલુ રહેશે. જેથી ત્યાં ટ્રાફીક જામ થશે તો ગોંડલ રોડ ઉપરના વિવેકાનંદ બ્રીજ ઉપર પણ વાહનોની કતારના દ્રશ્યો જોવા મળશે.
અ'વાદમાં વાહનચાલકો ચેતી જજો! આખા શહેરમાં વાહન ચલાવવું પડશે ભારે, AI બેઝથી મેમો અપાશે
શહેરના ગોંડલ રોડ ઉપર આવેલા PDM રેલ્વે ક્રોસિંગ પાસે આગામી તારીખ 9 થી 11 ડિસેમ્બર દરમિયાન ફાટક બંધ રહેવાની હોવાની સુચના આપતા બેનર લગાવવામાં આવ્યા છે જેમાં જણાવવામાં આવ્યું છે કે, ફાટક નંબર 11 ( પી. ડી. માલવિયા ફાટક) રેલવે ટ્રેક મેન્ટેનન્સ કાર્ય હેતુ તારીખ 9 થી 11 ડિસેમ્બર સુધી બંધ રહેશે. આ દરમિયાન વાહન વ્યવહારની સગવડ માટે ફાટક નંબર 12 (અટિકા ફાટક) અને આર. ઓ. બી. નંબર 10 (વિવેકાનંદ ઓવરબ્રિજ) નો ઉપયોગ કરી શકાય.
આ શું થઈ રહ્યું છે? ગુજરાતમાં વ્યાજખોરે બ્લડ કેન્સરનો ભોગ બનેલા યુવાનની પત્ની સાથે..
નોંધનીય છે કે રાજકોટ શહેરના ગોંડલ રોડ ઉપર આવેલી આ PDM ફાટક પરથી અઠવાડિયામાં 1,16,280 વાહન ચાલકો પસાર થાય છે એટલે કે દરરોજ 16,611 વાહન ચાલકો અવરજવર કરે છે જેથી ત્રણ દિવસ સુધી વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. જોકે આ માટે અગાઉથી જાણ સ્વરૂપે PDM રેલ્વે ફાટક પાસે વાહન ચાલકોને સૂચના સ્વરૂપે બેનર ચોંટાડવામાં આવ્યા છે.
ટમેટા જેવું દેખાતું આ ફળ ડાયાબિટીસ પેશન્ટ માટે વરદાન, ખાવાથી બ્લડ શુગર થશે કંટ્રોલ
ઉલ્લેખનિય છે કે, રેલવે ફાટક પાસે ડામર નાખ્યો હોવાથી ત્યાથી પસાર થતી ટ્રેનમાં મુસાફરોને થડકા આવે છે. ઉપરાંત ડામર નીકળી જાય તો મુશ્કેલી ઊભી થાય છે તેવામાં હવે દરેક રેલવે ફાટક પાસે ડામરના સ્થાને રબર પ્લેટ નાખવામાં આવી રહી છે. જેના ભાગરૂપે PDM ફાટક પાસે રબર પ્લેટ નાખવાની કામગીરી કરવામાં આવશે. જે કામગીરીના ભાગરૂપે જ ત્રણ દિવસ સુધી આ રેલવે ફાટક બંધ રહેશે જેથી ત્યાંથી આ સમય દરમિયાન વાહન ચાલકો પસાર નહીં થઈ શકે.
દૈનિક રાશિફળ 5 ડિસેમ્બર: મિથુન રાશિના લોકો આજે ઉત્સાહિત રહેશે, મીન રાશિએ આજે સંભાળવુ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે