Home> Gujarat
Advertisement
Prev
Next

શું ફરી ગુજરાત સરકારના મુખ્ય સચિવ બદલાશે? પંકજ કુમારના સ્થાને કયા અધિકારીના નામની ચાલી રહી છે ચર્ચા

ગુજરાત કેડરના 1987 બેચના રાજકુમારને ગુજરાત સરકારના મુખ્ય સચિવ બનાવાશે તેવી અટકળો તેજ બની છે, જ્યારે પંકજ કુમારને ખસેડાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.

શું ફરી ગુજરાત સરકારના મુખ્ય સચિવ બદલાશે? પંકજ કુમારના સ્થાને કયા અધિકારીના નામની ચાલી રહી છે ચર્ચા

ઝી ન્યૂઝ/ બ્યુરો: રાજ્યમાં ફરી એકવાર મુખ્ય સચિવની બદલીની સંભાવનાઓ જોવામાં આવી રહી છે. ગુજરાત કેડરના 1987 બેચના રાજકુમારને ગુજરાત સરકારના મુખ્ય સચિવ બનાવાશે તેવી અટકળો તેજ બની છે, જ્યારે પંકજ કુમારને ખસેડાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.

fallbacks

સરકારના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આગામી સમયમાં ગુજરાતમાં ચૂંટણીઓ આવી રહી છે, જેના કારણે ગુજરાત કેડરના 1987 બેચના સનદી અધિકારી અને કેન્દ્ર સરકારમાં ડીફેન્સ મેન્યુફેક્ચરિંગ ડીપાર્ટમેન્ટના સેક્રેટરી રાજ કુમારને માત્ર સચિવ બનાવાય તે બાબત તર્કસંગત નથી. તેઓને હવે ગુજરાતમાં પરત ફરે ત્યારે સીધા જ તેમને મુખ્ય સચિવના પદ પર મુકવામાં આવે તેવી શક્યતા જોવામાં આવી રહી છે.

Rajkot માં સ્ટેજ પર ત્રણ મોટા નેતાનો આંતરિક વાર્તાલાપ ચર્ચાનો વિષય બન્યો: આંતરિક જૂથવાદ દેખાયો

રાજકુમારને રાજ્યના વહીવટીતંત્રમાં મુખ્ય સચિવના સર્વોચ્ચ હોદ્દા પર કામ કરવાનો મોકો મળે અને તેમના અનુભવનો ફાયદો ઉઠાવી શકાય તે હેતુંથી આ વિચારણા કરાઇ રહી છે.

તમને જણાવી દઈએ કે ગુજરાત કેડરના 1987 બેચના સનદી અધિકારી રાજકુમારને કેન્દ્રીય પ્રતિનિયુક્તિ પરથી પેરેન્ટ કેડરમાં રાજ્યની સેવામાં પાછા મોકલવાના હુકમ કરવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More