જાવેદ સૈયદ/અમદાવાદ: હંમેશા વિવાદોની પર્યાય રહેલી રાજપથ કલબ ફરી વિવાદમાં આવી છે. અને કલબના જ એક એચ.આર કર્મચારી દ્વારા કલબની બોગસ મેમ્બરશીપ બનાવી છેતરપીંડી આચરવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ મથકે નોધવામાં આવી છે. રાજપથ ક્લબ અનેક વાર વિવાદોમાં આવી ચૂક્યું છે.
રાજપથ કલબમાં બોગસ મેમ્બરશીપ કૌભાંડમાં ક્લાર્ક હિતેશ દેસાઈ દ્વારા વેચાણ કરેલી 38 મેમ્બરશીપના ફોર્મ સહિતના દસ્તાવેજોમાં રાજપથ કલબના જવાબદાર લોકોની બનાવટી સહીઓ કરીને આ સમગ્ર છેતરપીંડી આચરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. આ સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસ મથકે ફરિયાદ નોધવામાં આવી છે.
હાલ ફરિયાદ બાદ આજે વસ્ત્રાપુર પોલીસે તપાસનો ધમધમાટ આગળ વાદર્યો હતો અને બપોરે વાસ્ત્રાપુર પોલીસના પીઆઈ સહિતનો કાફલો રાજપથ ક્લબે પોહચી તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે તપાસમાં જરૂરી દસ્તાવેજો લીધા હત અને નકલી સહીઓ કરવા મામલે એફએસએલની મદદ લીધી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે