અમદાવાદઃ ગુજરાત સરકારે તાજેતરમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન પટેલ સમાજના લોકો સામે થયેલા કેસ પરત ખેંચવાની જાહેરાત કરી હતી. વિવિધ પાટીદાર નેતાઓ અને અગ્રણીઓએ સરકારના આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું. હવે ક્ષત્રિય સમાજે પણ પોતાના સમાજ પર થયેલા કેસો પરત ખેંચવાની માંગ કરી છે.
ક્ષત્રિય સમાજે કરી માંગ
રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિએ રાજ્ય સરકારને પત્ર લખ્યો છે, જેમાં ક્ષત્રિયો પર થયેલા કેસો પરત ખેંચવાની માંગ કરી છે. રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિએ ક્ષત્રિય અસ્મિતા આંદોલન અને પદ્માવત ફિલ્મોના વિરોધમાં થયેલા સામાજિક આંદોલન દરમિયાન પોલીસે કરેલા કેસ પરત ખેંચવાની માંગ કરી છે.
આ પણ વાંચોઃ વિદ્યાર્થીને દુખાવો થયો અને સામે આવી શિક્ષકની હેવાનિયત, કરતો હતો આવા કાંડ
સંકલન સમિતિએ સરકારને લખેલા પત્રમાં કહ્યું કે, ભૂતકાળમાં ક્ષત્રિય અસ્મિતા આંદોલન (2024) અને પદ્માવત ફિલ્મ (2018) ના વિરોધમાં ગુજરાતના ગામેગામ અને શહેરોમાંથી સ્વયંભૂ સામાજિક આંદોલન માટે ક્ષત્રિય સમાજના યુવાનો, વડીલો અને બહેનોએ વિરોધ નોંધાયેલો હતો. આ દરમિયાન કેટલાક કેસો પણ દાખલ થયેલા હતા. આ કેસ પરત ખેંચવાની રજૂઆત કરવામાં આવે છે. આ સાથે ક્ષત્રિય સમાજના લોકો સામે કઈ તારીખે કયા-કયા કેસો દાખલ થયા છે તેનો પણ આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
અલ્પેશ ઠાકરો પણ તમામ સમાજ વિરુદ્ધ કેસ પરત ખેંચવાની કરી હતી માંગ
પાટીદાર આંદોલનના જ નહીં પણ તમામ આંદોલનોના કેસ પરત ખેંચાવવા જોઈએ તેવી અપીલ સરકારને ધારાસભ્ય અલ્પેશ ઠાકોર દ્વારા કરવામાં આવી હતી.. અલ્પેશ ઠાકોર દ્વારા આંદોલનના કેસો પાછા ખેંચવાના સંદર્ભમાં સરકારનો આભાર માનવામાં આવ્યો. જોકે ઓબીસી આંદોલન આદિવાસી આંદોલન સહિતના આંદોલન વખતેના પણ કહેશો પાછા ખેંચવા જોઈએ તેવી માંગણી કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે