Home> Gujarat
Advertisement
Prev
Next

BHAVNAGAR માં ત્રણ આરોગ્ય કેન્દ્રોને રાજ્યસભા સાંસદ અમીબેન યાજ્ઞીકે આપી અનોખી ભેટ

જિલ્લાના ગારિયાધાર તાલુકા ત્રણ આરોગ્ય કેન્દ્રો માટે રાજ્યસભાના સાંસદ અમીબેન યાજ્ઞિક દ્વારા અનુદાનિત ત્રણ એમ્બ્યુલન્સનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના હસ્તે ત્રણે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલ જાહેર સભામાં ભાજપના ધારાસભ્ય કેશુભાઈ નાકરાણીની ઉપસ્થિતિમાં શક્તિસિંહ ગોહિલે સ્પીચ દરમ્યાન કેન્દ્ર સરકાર પર માર્મિક પ્રહાર કર્યા હતા.

BHAVNAGAR માં ત્રણ આરોગ્ય કેન્દ્રોને રાજ્યસભા સાંસદ અમીબેન યાજ્ઞીકે આપી અનોખી ભેટ

ભાવનગર : જિલ્લાના ગારિયાધાર તાલુકા ત્રણ આરોગ્ય કેન્દ્રો માટે રાજ્યસભાના સાંસદ અમીબેન યાજ્ઞિક દ્વારા અનુદાનિત ત્રણ એમ્બ્યુલન્સનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના હસ્તે ત્રણે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલ જાહેર સભામાં ભાજપના ધારાસભ્ય કેશુભાઈ નાકરાણીની ઉપસ્થિતિમાં શક્તિસિંહ ગોહિલે સ્પીચ દરમ્યાન કેન્દ્ર સરકાર પર માર્મિક પ્રહાર કર્યા હતા.

fallbacks

SURAT: લાખો રૂપિયાના ઘરેણાં વેચવા ફરી રહેલા રીઢા રાજસ્થાની ગુનેગારો ઝડપાયા

ગારિયાધાર તાલુકાના મોટી વાવડી, માનગઢ અને વેળાવદર ત્રણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો માટે રાજ્યસભાના સાંસદ અમીબેન યાજ્ઞિક દ્વારા 54 લાખની માતબર ગ્રાન્ટમાથી ફાળવાયેલી ત્રણ એમ્બ્યુલન્સનો લોકાર્પણનો કાર્યક્રમ રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં ગારિયાધાર ભાજપના ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી, કનુભાઈ કળસરિયા, તળાજા કોંગ્રસના ધારાસભ્ય કનુભાઈ બારૈયા, કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પ્રવિણ રાઠોડ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. 

SURAT બાઇકને કટ મારવા જેવા સામાન્ય મુદ્દે યુવકનું ચપ્પુના ઘા મારીને જાહેરમાં રહેંસી નંખાયો

કાર્યક્રમ પ્રસંગે યોજાયેલ જાહેર સભામાં બોલતા રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે કેન્દ્ર સરકાર પર માર્મિક પ્રહાર કર્યા હતા. શક્તિસિંહે જણાવ્યું હતું કે, મુઠ્ઠીભર માણસોનો વિકાસ થાયએ સાચો વિકાસ નથી. જેની પાસે ખૂબ છે ત્યાંથી મેળવી સામાન્ય માણસને આપવામાં આવે એ વિકાસ છે, તેમણે જણાવ્યું હતું કે, લંકા સોનાની નગરી ગણાતી હતી એટલે રાવણ વિકાસ પુરુષ ગણાય પરંતુ સાચો વિકાસ પુરુષ હોત તો રામ તેનો વધ કરત ખરા, તેમણે જણાવ્યું હતું, શ્રીમંત ને શ્રીમંતના કહેવાય પણ જેની પાસે કૈક ઓછું છે અને જેની પાસે ખૂબ વધારે છે એ બંને વચ્ચે નું અંતર ખાળવા નો પ્રયાસ થાય એ સાચી લોકશાહી ગણાય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More