Home> Gujarat
Advertisement
Prev
Next

Ranbir Alia Wedding: આલિયાને મળ્યું સૌથી મોંઘું વેડિંગ ગીફ્ટ! બીજા કોઈએ નહીં પરંતુ એક ગુજરાતીએ રંગ રાખ્યો

એક અંગ્રેજી વેબસાઈટના મતે, સુરતના એક જ્વેલરે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરને ભેટમાં 24 કેરેટ સોનાનું બુકે આપ્યું છે.

Ranbir Alia Wedding: આલિયાને મળ્યું સૌથી મોંઘું વેડિંગ ગીફ્ટ! બીજા કોઈએ નહીં પરંતુ એક ગુજરાતીએ રંગ રાખ્યો

નવી દિલ્હી: બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. એવામાં સૌથી પહેલા પુજાની સાથે શરૂઆત કરવામાં આવી છે. લગ્નની રસ્મો પહેલા રાખવામાં આવેલી પુજામાં દિગ્ગજ અભિનેત્રી નીતૂ કપૂર પોતાની પુત્રી રિદ્ધિમા કપૂર અને ગ્રેંડ ડોટરની સાથે અનેક સેલિબ્રિટીઓ હાજરી આપવા પહોંચ્યા છે. આલિયાના હાથમાં રણબીરના નામની મહેંદી લાગી ચૂકી છે. મહેંદી સેરેમનીમાં પંજાબી લોકગીતો વાગ્યા હતા. આવું અમે નહીં પરંતુ આલિયાના પિતા મહેશ ભટ્ટ અને બહેન પુજા ભટ્ટની તસવીરો દ્વારા જાણવા મળ્યું છે. પુજા અને મહેશ ભટ્ટ વાસ્તુથી નીકળી ચૂક્યા છે. પાપારાઝીને રિસ્પોન્ડ આપતા પુજા ભટ્ટે પોતાના હાથોમાં લાગેલી મહેંદી દેખાડી હતી. ફોટામાં તેમના હાથમાં મહેંદી દેખાઈ રહી છે.

fallbacks

સોનાનું બુકે ગિફ્ટમાં મળ્યું
સુરતના એક જ્વેલરે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરને ભેટમાં 24 કેરેટ સોનાનું બુકે આપ્યું છે. આ વિશે જાણવા મળતી માહિતી પ્રમાણે બૉલીવુડના ગોલ્ડન કપલને ગોલ્ડન બુકે મોકલવામાં આવ્યો છે. સુરતના જવેલર્સ માલિકે આલિયા ભટ્ટ અને રણવીર કપૂરને એક બુકે મોકલ્યો છે. આ બુકેની ખાસિયતોની વાત કરીએ તો બુકે 5 ફૂટની ઉંચાઈ છે. 126 જેટલા ગોલ્ડ રોઝીઇઝ છે. એક રોઝીઝની કિંમત 1700થી 2000 રૂપિયા આંકવામાં આવી રહી છે.

fallbacks

ટાઈટ સિક્યોરિટીની વચ્ચે શરૂ થઈ લગ્નની વિધિઓ
રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન ભવ્ય રીતે યોજાનાર છે એવામાં આ ઈવેન્ટ માટે સિક્યોરિટીની પુરેપુરી વ્યવસ્થા કરવામાં આવી છે. જાણવા મળી રહ્યું છે કે વીઆઈપી લોકોની સુરક્ષા માટે મોટા લેવલે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગેસ્ટની સાથે સાથે સિક્યોરિટી ગાર્ડ્સ માટે પણ અલગ બેંડ્સની તૈયારી કરવામાં આવી છે. જોકે, હાલ તેમના લગ્નની તસવીરો અને વીડિયોને આતુરતાપૂર્વક ચાહકો રાહ જોઈ રહ્યા છે.

પ્રાઈવેસીને કરવાની રહેશે મેન્ટેન
રણબીર કપૂર આલિયા ભટ્ટના લગ્નની પ્રાઈવેસી મેન્ટેન કરવાની પુરેપુરી કોશિશ જોરશોરથી કરવામાં આવી રહી છે. લગ્નના વેન્યૂથી લઈને રસ્મની તારીખ સુધી બધુ ગુપ્ત રાખવામાં આવી રહ્યું છે. લગ્નમાં આવનાર દરેક મહેમાનને પણ પ્રાઈવેસી મેન્ટેન કરવાની રહેશે.

fallbacks

ફોન કેમેરા પર લાગી રહ્યા છે સ્ટિકર
ઘર પરિવારના સભ્યો સિવાય અમુક સિલેક્ટેડ ગેસ્ટ લિસ્ટ છે જે કાર્યક્રમોમાં હાજરી આપશે પરંતુ તેમના ઉપર પણ અમુક પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે. લગ્નમાં આવનાર મહેમાનોના ફોન કેમેરાને સ્ટિકર મારીને બંધ કરવામાં આવી રહ્યા છે. વેડિંગ ફંક્શનમાં મહેમાનોના કેમેરા પર સ્ટિકર લગાવવા આવશે, જેથી અંદર કોઈ પણ રીતે ફોટોગ્રાફ્સ અને વીડિયો શૂટ ના કરી શકે.

fallbacks

નોંધનીય છે કે, આલિયા-રણબીરના અપાર્ટમેન્ટમાં સૌ પહેલાં નીતુ સિંહ-કપૂરની દીકરી રિદ્ધિમા, દૌહિત્રી સમારા તથા જમાઈ ભરત સાહની સાથે આવ્યા હતા. ત્યાર બાદ રણબીરની ફોઈ રીમા જૈન આવ્યાં હતાં. કરીના કપૂર, કરિશ્મા કપૂર, આરતી શેટ્ટી, અરમાન જૈન-અનીસા જૈન પણ આવ્યાં હતાં. ગણેશજીની પૂજા માટે નીતુ કપૂરે ગ્રીન ચિનકારી ડ્રેસ પહેર્યો હતો, જ્યારે મહેંદી સેરેમનીમાં નીતુ સિંહ-કપૂરે મલ્ટી કલર્ડ સાડી પહેરી હતી. મહેશ ભટ્ટ દીકરી પૂજા તથા રાહુલ સાથે આવ્યા હતા. પૂજાએ હાથમાં મહેંદી મૂકાવી હતી.

fallbacks

No description available.

fallbacks

No description available.

fallbacks

No description available.

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More