Home> Gujarat
Advertisement
Prev
Next

શાળાએથી ઘરે જઇ રહેલી યુવતીને યુવકે કહ્યું, પેલા ડુંગર પાછળ સ્વર્ગ છે ચાલ તને ત્યાં મોજ કરાવું અને...

જિલ્લાના બોડેલી તાલુકાની એક સગીર વિદ્યાર્થીનીના અપહરણની ઘટના બનતા ચકચાર મચી ગઇ છે. ઘટના અંગે માહિતી મળતા થોડા સમય માટે પોલીસ પણ દોડતી હતી. જો કે આ વિદ્યાર્થીનીનું અપહરણ કર્યા બાદ દુષ્કર્મ આચરાયું હોવાનું સામે આવ્યું છે. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર હાઈસ્કૂલથી છૂટયા બાદ બહેનપણી સાથે ઘરે પરત ફરી રહેલ સગીરાને લગ્નની લાલચે બે યુવકોએ બાઈક ઉપર બેસાડીને ક્યાંક જતા રહ્યા હતા. 

શાળાએથી ઘરે જઇ રહેલી યુવતીને યુવકે કહ્યું, પેલા ડુંગર પાછળ સ્વર્ગ છે ચાલ તને ત્યાં મોજ કરાવું અને...

છોટાઉદેપુર : જિલ્લાના બોડેલી તાલુકાની એક સગીર વિદ્યાર્થીનીના અપહરણની ઘટના બનતા ચકચાર મચી ગઇ છે. ઘટના અંગે માહિતી મળતા થોડા સમય માટે પોલીસ પણ દોડતી હતી. જો કે આ વિદ્યાર્થીનીનું અપહરણ કર્યા બાદ દુષ્કર્મ આચરાયું હોવાનું સામે આવ્યું છે. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર હાઈસ્કૂલથી છૂટયા બાદ બહેનપણી સાથે ઘરે પરત ફરી રહેલ સગીરાને લગ્નની લાલચે બે યુવકોએ બાઈક ઉપર બેસાડીને ક્યાંક જતા રહ્યા હતા. 

fallbacks

RAJKOT માં વ્યાંજકવાદીઓનો આતંક, વધારે એક વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી

બીજી તરફ બહેનપણી ઘરે પહોંચી હતી પરંતુ તરૂણી ઘરે પહોંચી નહોતી. જેના કારણે પરિવાર પણ ચિંતામાં મુકાયો હતો. જેના પગલે શાળા અને આસપાસ તથા મિત્રોના ઘરે તપાસ કર્યા બાદ પરિવાર પણ ચિંતિત બન્યો હતો. પોલીસ પાસે પહોંચીને ફરિયાદ કરી હતી. વિદ્યાર્થીની સગીર હોવાનાં કારણે પોલીસ પણ દોડતી થઇ હતી. જો કે પોલીસ ટેક્નિકલ સર્વેલન્સ ગોઠવીને કોઇ કાર્યવાહી કરે તે પહેલા જ તરૂણી ઘરે આવી ગઇ હતી. જો કે ઘરે આવી ત્યારે તે ખુબ જ ગભરાયેલી હતી. 

ગુજરાતની યુનિવર્સિટીઓ વિશ્વ સ્તરે ઝળકશે, આ યોજના પર સરકારે કામ શરૂ કર્યું

જેથી પરિવાર તથા પોલીસે વિશ્વાસમાં લઇને પુછપરછ કરી હતી. જેમાં સામે આવ્યું કે, તે જ્યારે ઘરે પરત ફરી હતી ત્યારે બે યુવકો બાઇક લઇને તેની પાસે આવ્યા હતા. હું તને ખુબ જ પ્રેમ કરૂ છું અને તારી સાથે લગ્ન કરવા માંગુ છું તેમ કહીને તેને બાઇક પર બેસાડી દીધી હતી. બાઇક પર બેસાડીને તેને ડુંગર વિસ્તારમાં લઈ ગયા હતા. જ્યાં એક યુવકે દુષ્કર્મ આચર્યું હતું. જેના પગલે હવે સગીરાની માતા ફરિયાદી બનતા પોલીસે પોક્સો એક્ટ અને દુષ્કર્મ જેવી ફરિયાદો દાખલ કરી છે. ફરિયાદ મળતા જ બોડેલી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હાલ તો બંન્ને યુવકો વિરુદ્ધ અપહરણ,પોકસો અને દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More