ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદના નવરંગપુરામાં સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.માનસિક અસ્થિર મહિલા પર રેપ થયાની ફરિયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. છેલા દસ દિવસમાં ગુજરાતમાં મહિલા પર અત્યાચારની આ ત્રીજી ઘટના પ્રકાશમાં આવી છે. અને ગત 10 દિવસોમાં અમદાવાદમાં મહિલા પર બળાત્કારની આ બીજી ઘટના સામે આવી છે.
નવરંગપુરા પોલીસને એક કંટ્રોલ મેસેજ મળ્યો હતો કે, નિર્બળ મહિલા સ્ટેડિયમ નજીક છે, જે મેસેજના આધારે પોલીસ માનસિક અસ્થિર મહિલાનો કબ્જો મેળવી હોસ્પિટલમાં સારવાર કરાવામાં આવી હતી. સારવાર દરમિયાન મેડિકલ તપાસ કરાવતા જાણવા મળ્યું કે, મહિલાને 15 અઠવાડિયાનું ગર્ભ છે. ત્યારે નવરંગપુરા પોલીસે અજાણ્યા શખ્સો સામે બળાત્કારનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
જુઓ LIVE TV
પોલીસ મુશ્કેલીમાં ત્યાં મુકાઈ છે, મહિલા અસ્થિર મગજની હોવાથી પોતાનું નામ સરનામું કે માતા પિતાનું નામ પણ યોગ્ય રીતે નથી જણાવી શકતી, ત્યારે પોલીસે બળાત્કાર કરનાર લોકોની સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. ત્યારે ગુજરાત માં છેલ્લા 10 દિવસમાં આ પ્રકારની ત્રીજી ઘટના સામે આવી છે. પહેલા બનાસકાંઠા વિસ્તાર ત્યાર બાદ અમદાવાદમાં સાબરમતી વિસ્તાર અને હવે નવરંગપુરા વિસ્તારમાં ઘટના સામે આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે