Home> Gujarat
Advertisement
Prev
Next

આ તો કળજુગ છે કળજુગ... સુરેન્દ્રનગરમાં બાળકીના મૃતદેહ સાથે કરાયું દુષ્કર્મ

Rape With Deadbody :  બાળકીના મૃતદેહની તપાસ કરતા જે જાણવા મળ્યું તે કાળજુ કંપાવનારું હતું. કારણ કે, તબીબોએ જણાવ્યું કે, બાળકી સાથે દુષ્કર્મ થયું છે
 

આ તો કળજુગ છે કળજુગ... સુરેન્દ્રનગરમાં બાળકીના મૃતદેહ સાથે કરાયું દુષ્કર્મ

Surendranagar news: આજકાલ સમાજમાં માનવામાં ન આવે તેવું બની રહ્યું છે. સંબંધો ખાલી નામના રહ્યાં છે, પરંતુ લોકો તેમાં હદ વટાવી રહ્યાં છે. લોકોના મગજ પર વિકૃતિ સવાર થઈ રહી છે. આવામાં સૌથી વધુ ભોગ નાના બાળકો બની રહ્યાં છે. ત્યારે સુરેન્દ્રનગરમાં એક એવી ઘટના બની છે, જે માનવામાં ન આવે. આ વાંચીને તમારું મગજ ચકરાઈ જશે કે, સુરેન્દ્રનગરમાં દોઢ વર્ષની દફનાવેલી બાળકીના મૃતદેહ સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતું. આ જાણીને માતાપિતાના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. 

fallbacks

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગરમાં 25 ફેબ્રુઆરીના રોજ એક દોઢ વર્ષની બાળકીનું મોત નિપજ્યુ હતુ. પરિવારે જણાવ્યું કે, તેમની બાળકીને હૃદયમાં કાણું હોવાથી તે જીવી શકી ન હતી, અને મોતને ભેટી હતી. જેના બાદ તેના દફનવિધિ કરવામાં આવી હતી. પરંતુ દફનવિધિ બાદ બાળકીનો મૃતદેહ અસ્તવ્યસ્ત હાલતમાં જોવા મળ્યો હતો. જેથી પરિવાર સમસમી ગયો હતો. આ બાબતે તેઓએ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.

આ પણ વાંચો : 

ફરી અમરેલીની ધરા ઘ્રૂજી, 3.3 તીવ્રતાનો ભૂકંપના આંચકો આવતા લોકો ઊંઘમાંથી ઉઠી દોડ્યા

બાળકીના મૃતદેહની તપાસ કરતા જે જાણવા મળ્યું તે કાળજુ કંપાવનારું હતું. કારણ કે, તબીબોએ જણાવ્યું કે, બાળકી સાથે દુષ્કર્મ થયું છે. આખરે કોણે દફનાવેલી બાળકી સાથે આવું કૃત્ય કર્યું. આ સમાચારથી લોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More