Surat News : બેક્ટેરિયાથી થતો સ્ક્રબ ટાઈફ્સનો પ્રથમ કેસ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં નોંધાયો હતો. ડેડિયાપાડાની મહિલાને ચીગર જંતુ કરડતા સ્ક્રબ ટાઈફ્સની ગંભીર બીમારી થઈ હતી. મહિલાને 17 દિવસની સારવાર બાદ નવું જીવન મળ્યું છે. સ્ક્રબ ટાઈફ્સ ભેજળા વાતાવરણના જંતુના કરડવાથી થતી જીવલેણ બીમારી છે.
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પ્રથમવાર નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના કનબુડી ગામના વતની એવા 51 વર્ષીય આદિવાસી મહિલાને 17 દિવસની સારવાર બાદ નવજીવન મળ્યું છે. જવલ્લે જ જોવા મળતી Scrub Typhus-સ્ક્રબ ટાઈફસ નામની બિમારીનું નિદાન થયું હતું. જેનો સુરત નવી સિવિલમાં પ્રથમ કેસ નોંધાયો છે.
પાટણના મેળામાં મોટી દુર્ઘટના : ચાલુ રાઈડમાં ચકડોળનું બોક્સ ખૂલી ગયું, 3 ઈજાગ્રસ્ત
મળી માહિતી મુજબ, ગૌરીબેન નામની આદિવાસી મહિલા દિવાળી પહેલા જંગલમાં સીતાફળ તોડવા ગઈ હતી. જેમાં તેની કાનની નીચે જીવાતે ડંખ માર્યો હતો. શરૂઆતમાં કાનની પાસે સોજો આવ્યો હતો. જેના બાદ માથામાં સખત દુખાવો થયો હતો. તેના બાદ મહિલાને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જ્યાં કોઈ સારવાર ન થતા તેને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. નિદાન કરતા મહિલાને સ્ક્રબ ટાઈફ્સ થયુ હોવાનુ સામે આવ્યું હતું.
રિપોર્ટ કઢાવતા જાણવા મળ્યું કે, મહિલાને તાવ, કીડની અને ફેફસામાં સોજો હતો. તેને શ્વાસ લેવાની પણ તકલીફ થઈ રહી હતી. જેથી તેને 10 દિવસ વેન્ટીલેટર પર રાખવામા આવી હતી. બાદમાં કિડનીનું ડાયાલિસીસ કરાવાયુ હતું. આમ, આખરે 17 દિવસ બાદ મહિલા વાયરસમુક્ત થઈ હતી.
અડધા ગુજરાતમાં આફતનું માવઠું વરસ્યું, આ જિલ્લાઓમાં મન મૂકીને ધોધમાર વરસાદ આવ્યો
કેવી રીતે ફેલાય છે
રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્ર (CDC)ના અહેવાલ પ્રમાણે સ્ક્રબ ટાઈફ્સને શર્બ ટાઈફ્સ પણ કહે છે. તે ઓરિએન્ટિયા ત્સુત્સુગામુશી નામના બેક્ટેરિયાથી થાય છે. આ બેક્ટેરિયા લોકોમાં ત્યારે ફેલાય છે જ્યારે તેમને તેનાથી સંક્રમિત ચિગર્સ (લાર્વા માઈટ્સ) કરડી લે.
લક્ષણો
સ્ક્રબ ટાઈફ્સમાં લક્ષણો ચિગર્સ (લાર્વા માઈટ્સ) કરડે તેના 10 દિવસોની અંદર દેખાવા લાગે છે. તાવ, નાક વહેવું, માથાનો દુખાવો, શરીર અને માંસપેશીઓમાં દુખાવો, ચીડિયાપણું, શરીર પર ચકામા વગેરે તેના લક્ષણો છે.
અંબાલાલ પટેલની ભયાનક આગાહી: માઈચોંગ વાવાઝોડાના કારણે ભારેથી અતિભારે વરસાદની આગાહી
વેક્સિન નથી પરંતુ બચાવ સંભવ
સીડીસીના અહેવાલ પ્રમાણે સ્ક્રબ ટાઈફ્સની કોઈ વેક્સિન નથી પરંતુ તેનાથી બચી શકાય છે. તેમાં સંક્રમિત વ્યક્તિથી ઉચિત અંતર જાળવવું મહત્વનું છે. તે સિવાય ચિગર્સ હોય તેવા વિસ્તારોમાં જવાનું ટાળવું જોઈએ. ઉપરાંત સીડીસી દ્વારા લોકોને હાથ-પગ ઢાંકીને રાખવાની સલાહ આપવામાં આવી છે. લોકોને Permethrin કીટનાશકનો ઉપયોગ કરવાની પણ સલાહ આપવામાં આવે છે કારણ કે તેનાથી લાર્વા માઈટ્સ મરી જાય છે.
કુરુક્ષેત્ર ભૂમિની જ કેમ શ્રીકૃષ્ણે મહાભારતના યુદ્ધ માટે પસંદગી કરી હતી?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે