Home> Gujarat
Advertisement
Prev
Next

કાશ્મીરના લોકોને હેરાનગતિના નામે શહેલા રશીદનું નવું જુઠાણું, મેવાણીએ કર્યું સમર્થન

પુલવામા હુમલા બાદ દેશમાં જે શત્રુઓ વિરુદ્ધ આક્રોશ છે. આતંકવાદ વિરૂદ્ધ એક સૂરમા દેશનો અવાજ આવી રહ્યો છે. જો કે જેએનયુના કેટલાક અલગાવવાદી વિચારધારા સાથે જોડાયેલા વિદ્યાર્થી નેતાઓ દ્વારા ફરી વાતને તોડી મરોડીને રજૂ કરવાનો સોશિયલ મીડીયા પર પ્રયાસ થઇ રહ્યો છે. કેટલાક જુઠાણું સોશિયલ મીડિયામાં ફેલાવવમાં આવી રહ્યું છે. ભારતના ટુકડા કરવાની માંગ કરનારી ગેંગની સદસ્ય શહેલાં રશીદ દ્વારા આવી અફવા ફેલાવવમાં આવી રહી છે કે દેશભરમાં કાશ્મીરીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. 
 

કાશ્મીરના લોકોને હેરાનગતિના નામે શહેલા રશીદનું નવું જુઠાણું, મેવાણીએ કર્યું સમર્થન

કિજલ મિશ્રા/અમદાવાદ: પુલવામા હુમલા બાદ દેશમાં જે શત્રુઓ વિરુદ્ધ આક્રોશ છે. આતંકવાદ વિરૂદ્ધ એક સૂરમા દેશનો અવાજ આવી રહ્યો છે. જો કે જેએનયુના કેટલાક અલગાવવાદી વિચારધારા સાથે જોડાયેલા વિદ્યાર્થી નેતાઓ દ્વારા ફરી વાતને તોડી મરોડીને રજૂ કરવાનો સોશિયલ મીડીયા પર પ્રયાસ થઇ રહ્યો છે. કેટલાક જુઠાણું સોશિયલ મીડિયામાં ફેલાવવમાં આવી રહ્યું છે. ભારતના ટુકડા કરવાની માંગ કરનારી ગેંગની સદસ્ય શહેલાં રશીદ દ્વારા આવી અફવા ફેલાવવમાં આવી રહી છે કે દેશભરમાં કાશ્મીરીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. 

fallbacks

જો કે દુર્ભાગ્ય એ છે કે ગુજરાતના વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ આ ખોટી અફવામાં જોડાઈને આગળ વધારી રહ્યો છે. ગુજરાતના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ટ્વીટ કરતા લખ્યું છે કે, 'ગુજરાતમાં જે કોઈ કાશ્મીરીને મદદની જરૂર હોય તોએ મને સંપર્ક કરે.' ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ક્યાંય કોઈ કાશ્મીરીને કનડગત થઇ હોય કે પરેશાન કરવામાં આવ્યા હોય એવો એક પણ કેસ સામે નથી. સવાલએ થાય છે કે, આખરે આ પ્રકારના ટ્વીટની શું જરૂર પડી. બીજી બાજુ જે વિદ્યાર્થીઓ અને વ્યક્તિઓ પુલવામાં હુમલામાં આતંકવાદીઓનું સમર્થન કરતી પોસ્ટ કરી રહ્યા છે.

 

 

તેની સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે. જેમાં કોઈ ક્ષેત્ર ,ભાષા કે ધર્મના આધારે કોઇની ધરપકડ કરવામાં નથી આવી રહી. પરંતું શહેલાં રશીદ ગેંગ દ્વ્રારા જુઠાણું ચલાવવામાં આવી રહ્યું છે, કે કાશ્મીરીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે. શહેલાંથી ભારતના સમ્માનની અપેક્ષા નથી, જીગ્નેશ મેવાણી ગુજરાતનો ધારાસભ્ય છે. આ બાબત માં CRPFએ ટ્વીટ કરી એડવાઇઝરી પણ જાહેર કરી છે કે' સોસીયલ મીડિયામાં ચલાવવામાં આવી રહ્યું છે કે 'કાશ્મીરીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.

અરવલ્લી: શામળાજીના જંગલોમાં લાગી વિકરાળ આગ, કારણ અકબંધ

આ બાબતે જેટલી ફરિયાદો અમને મળી છે જેની તપાસ કરતા આ ફરિયાદો ખોટી હોવાનું જાણવા મળ્યું છે. તેથી આવા ખોટા મેસેજ સર્ક્યુલેટ કરવા નહીં' CRPFની એડવાઇઝરી છતાં શહેલાં ,ઉમર ખાલિદ,જીગ્નેશ આવી ખોટી પોસ્ટ ચલાવી રહ્યા છે. ધ્યાન આપવા જેવી બાબત એ છે કે દેશભર માં જે લોકો એ (જે કઈ ધર્મ ના હોય) આતંકવાદીઓ ના સમર્થન માં પોસ્ટ મૂકી છે જેને જે તે સંસ્થાઓ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે અથવા એવા લોકોની સામે જે કાયદાકીય પગલાં લેવાઈ રહ્યા છે તેના વિશે શહેલાં ગેંગ દ્વારા કોઈ જ પોસ્ટ હજુ સુધી મુકાઈ નથી.આવી ઘટનાઓ એક છુપા ઈરાદા થી સંતાવવમાં આવી રહી છે. ઉપરાન્ત શહીદ થયેલ સેનિકો માટે અફસોસ ની ટ્વીટ કર્યા બાદ આ ગેંગ દ્વારા કોઈ જ ટ્વીટ કરવામાં આવી નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More