Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદમાં શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા પૂર્ણ, ભગવાનના ત્રણેય રથ નિજ મંદિર પહોંચ્યા

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ હતી. નગરયાત્રા કરી ભગવાનના ત્રણેય રથ નિજમંદિરમાં પહોંચ્યા હતા. ભગવાનના રથ મંદિરમાં પહોંચતા અમી છાંટણા થયા હતા.

અમદાવાદમાં શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા પૂર્ણ, ભગવાનના ત્રણેય રથ નિજ મંદિર પહોંચ્યા

ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદમાં 147મી રથયાત્રા કડક સુરક્ષા વ્યવસ્થા સાથે કાઢવાામાં આવી હતી. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ હતી. નગરયાત્રા કરી ભગવાનના ત્રણેય રથ નિજમંદિરમાં પહોંચ્યા હતા. ભગવાનના રથ મંદિરમાં પહોંચતા અમી છાંટણા થયા હતા. તમને જણાવી દઈએ કે સવારે રથ મંદિરની બહાર હોવાથી અનેક લોકો વહેલી સવારથી જ મંદિરમાં દર્શન કરવા પહોંચી ગયા હતા. આ ક્ષણ બાદ સીધી આવતી અષાઢી બીજના દિવસે જ તેમને ભગવાન રથમાં બિરાજમાન હોય તેવા દર્શન થશે. તેથી વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો રથના દર્શન કરવા મંદિર પહોંચ્યા હતા. 

fallbacks

સાપુતારાના ઘાટ પર સુરતની લક્ઝરી બસ ખીણમા ખાબકી; 70 લોકોના જીવ તાળવે ચોંટ્યા, 2ના મોત

જગતના નાથ ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા અષાઢી બીજના દિવસે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે. રથયાત્રામાં ક્રમમાં સૌથી પહેલો બાલભદ્રનો રથ હોય છે, વચ્ચે બહેન સુભદ્રા અને અંતિમ રથ ભગવાન જગન્નાથનો હોય છે. તેથી આ ક્રમે જ રથ નિજ મંદિરમાં પહોંચ્યા છે. ત્રણેય રથ નિજમંદિર પહોંચ્યા બાદ પ્રાંગણમાં લાઇનમાં ગોઠવી દેવામાં આવે છે અને મહંત દિલિપદાસજી દ્વારા ભગવાન જગન્નાથની નજર ઉતારીને આરતી ઉતારી. ત્યારબાદ ભગવાન આખી રાત મંદિરની બહાર રથમાં જ બિરાજમાન રહેશે. આવતીકાલે (સોમવાર) વહેલી સવારે મંગળા આરતી કરીને ભગવાન જગન્નાથને મંદિરમાં પ્રવેશ કરવામાં આવશે. 

કેમ રથયાત્રા બાદ ભગવાનના રથ આખી રાત મંદિરની બહાર મૂકાય છે? આ છે ચોક્કસ કારણ

રથયાત્રા પૂરી થયા બાદ નજર ઉતારાઈ
નિજ મંદિરમાં રથ પહોંચ્યા બાદ ભગવાનની નજર ઉતારવાનુ કામ સૌથી પહેલા કરવામાં આવે છે. કહેવાય છે કે, ભગવાન નગરચર્યાએ નીકળે એટલે તેમને લોકોની મીઠી નજર લાગતી હોય છે. તેથી તેમનો મંદિર રથ પહોંચે એટલે નજર ઉતારવામાં આવે છે. 

તિથલ દરિયો બન્યો એકાએક તોફાની; સાયક્લોન સિસ્ટમ સક્રિય થતાં 15 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા

મંદિર બહાર આખી રાત રાતવાસો
રથયાત્રા પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથનો રથ પર આખી રાત મંદિરની બહાર રાતવાસો કરતો હોય છે. આ પાછળ એક ચોક્કસ કારણ છે. ભગવાનના પત્ની રૂઠ્યાં હોવાથી ભગવાન જગન્નાથને મંદિરની બહાર તેમના ભાઈ-બહેનની સાથે રાતવાસો કરવો પડે છે. બીજા દિવસે સવારે વિધિવત રીતે શુભ મુહૂર્તમાં આરતી બાદ જ ભગવાનને મંદિરમાં બિરાજમાન કરવામાં આવે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More